વરસાદની મોટી આગાહી, ચેતવણી પણ અપાઈ
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, બોટાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદની સંભાવના છે. તો 2 માર્ચે ગીર સોમનાથ, વલસાડ અને નવસારીમાં વરસાદની શક્યતા છે. સાથે દરિયાકાંઠે 45થી 55 પ્રતિકલાક સ્પીડ રહેશે. તેથી માછીમારોને ચેતવણી આપવામાં આવી છે.