અહો! આશ્વર્ય સિદ્ધુની માતા છે ગર્ભવતી
સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની માતા ચરણ કૌર ગર્ભવતી છે. મૂસેવાલાના માતા-પિતા ટૂંક સમયમાં તેમના ઘરે નાના મહેમાનનું સ્વાગત કરવાની તૈયારીમાં છે. ચરણ કૌર IVFની મદદથી ગર્ભવતી થઈ અને માર્ચમાં પોતાના બાળકને જન્મ આપશે. આ ન્યુઝ સાંભળ્યા પછી, ઘણા લોકો આશ્ચર્યચકિત થયા છે જ્યારે ચાહકો ખુશ છે. ચાહકોનું માનવું છે કે, સિદ્ધુનો પુનર્જન્મ થવાનો છે. જોકે, મૂસેવાલા પરિવારે આ સમાચારની કોઈ પુષ્ટિ કરી નથી.