બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારના ગુજરાતમાં પણ પડ્યા પડઘા

રાજપીપલા ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને હિંદુ સંગઠનો દ્વારા વિશાલ રેલી કાઢી હિંદુ સંગઠનોએ કર્યું વિરોધ પ્રદર્શન

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારના ગુજરાતમાં પણ પડ્યા પડઘા “હિન્દૂ એ હવે હમ દો હમારે દો “નું સૂત્ર બદલી “હમ દો હમારે ચાર” કરવું પડશે – સીધેશ્વર સ્વામી

સાધુ સંતો ના ધરણા, કલેકટરને આપ્યું આવેદનપત્ર

રાજપીપલા, તા 3

 

બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિંદુવિરોધી હિંસા આચરવામાં આવી રહી છે. વીણીવીણીને હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે બાંગ્લાદેશની આ હિંદુવિરોધી હિંસાના પડઘા હવે ગુજરાતમાં પણ પડ્યા છે. નર્મદા જિલ્લના મુખ્ય મથક રાજપીપલા ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કરી રેલી કાઢી ને બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો છે અને જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું.

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં નર્મદામાં સફેદ ટાવર પાસેથી એક વિશાલ રેલી કાઢી હિંદુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હિંદુ સંગઠનોએ કહ્યું છે કે, સાધુસંતો પર અત્યાચાર સહન કરવામાં આવશે નહીં. હિંદુ સંગઠનોએ માંગણી કરી છે કે, બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા ઈસ્કોનના સંતોને પણ મુક્ત કરવામાં આવે.નોંધવા જેવું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશમાં હિંદુવિરોધી હિંસાનો વેગ વધ્યો છે. ઈસ્કોનના પ્રતિષ્ઠિત સંતોને વોરંટ વગર જ પોલીસ પકડીને લઈ જઈ રહી છે અને રાષ્ટ્રદ્રોહ તથા ઇશનિંદા જેવા ખોટા આરોપો પણ લગાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ હિંદુઓના પવિત્ર ત્રણ મંદિરો પર ઇસ્લામી ટોળાંએ હુમલો પણ કર્યો હતો.

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી એ કહ્યું કે હવે આપણે હમ દો હમારે દો નહિ પણ ચાર પેદા કરવા પડશે જેથી હિંદુઓ ની વસ્તી માં વધારો થાય નહિ તો ભારત માં પણ બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ નું નિર્માણ થઈ શકે છે.જોકે ભારત ના હિન્દુઓએ બંગડીઓ નથી પહેરી હિંદુઓ કયારેય કાયર છે નહીં અને રહેવાના પણ નથી જરૂર પડે ત્યારે માળા ફેરવવા વાળા ભાલા પણ ફેરવી જાણે છે

 

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા