હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી આગાહી
હવામાનના નિષ્ણાંત અંબાલાલે મોટી આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ આગામી 1થી 5 માર્ચ સુધી કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબકશે. આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં તેજ પવનો પણ ફુંકાશે. જ્યારે આગામી 5થી15 માર્ચ સુધી વાતવરણમાં ફેરફારો થતો જોવા મળશે.