Xનું પ્રીમિયમ ફીચર હવે ફ્રીમાં ઉપલબ્ધ થશે
એલોન મસ્કની માલિકીની કંપની Xએ (ટ્વીટર) થોડા મહિનાઓ પહેલા તેના પેઈડ યુઝર્સ માટે ઓડિયો અને વીડિયો કોલ કરવાની સુવિધા શરુ કરી હતી. હવે કંપનીએ પેમેન્ટ નહીં કરનારા યુઝર્સ માટે પણ આ ફીચર રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. જલદી આ સુવિધા દરેક યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ જશે. આ ફીચરને ઓન-ઓફ કરવાની પણ સુવિધા છે.