નર્મદા જિલ્લામા જોર શોરથી શરૂ થયું લાભાર્થી સંપર્ક અભિયાન
સરકારી યોજનાના લાભ મેળવનારા લાભાર્થીઓનો ઘરે ઘરે જઈને કાર્યકર્તાઓ સંપર્ક કરશે.
સાથે પ્રવાસી કાર્યકરો પણ આ અભિયાનમા જોડાશે
100% કામગીરી કરવા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે લાભાર્થીઓ ની યાદી આપી માર્ગદર્શન આપ્યું
રાજપીપલા, તા20
લોકસભાની ચૂંટણીને હવે ખૂબ ઓછા દિવસ રહ્યા છે ત્યારે વડા પ્રધાનમોદીના આહવાહન મુજબ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ ભાજપે છેવાડાના માનવી સુધી પહોંચાડ્યો છે ત્યારે દરેક જિલ્લામા કેટલા લોકોને સરકારની કઈ કઈ યોજનાનો લાભ મળ્યો તેનો સર્વે જાણકારી મેળવવા લાભાર્થી સંપર્ક અભિયાનશરૂ કર્યું છે.
નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલે અંગત રસ લઈને આ લાભાર્થી સંપર્ક અભિયાનને જાતે હાજર રહી મેં કાર્યકર્તાઓ ને વિવિધ મિટિંગો બેઠકો કરીને માર્ગદર્શન આપી રહ્યા છે જેમાં આજે રાજપીપલા શહેર લાભાર્થી સંપર્ક અભિયાનઅને નાંદોદ સહિત વિવિધ તાલુકા પંચાયત બુથ ની કાર્યશાળા એ.પી.એમ.સી રાજપીપલા ખાતે રાખવામાં આવીહતી.જેમાં નગરપાલિકાના પ્રમુખ/ ઉપપ્રમુખ તેમજ તાલુકા ના સદસ્ય અને રાજપીપલા શહેરના પ્રમુખ/ મહામંત્રી તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યાહતા.
રાજપીપલા અને તાલુકા પંચાયતના વિવિધ બુથપર ઘરે ઘરે જઈને લાભર્થીઓનો રૂબરૂ સંપર્ક કરી ટેના મોબાઈલમાંથી મિસકોલ મારી સરકારની યોજનાનો મળેલ લાભ અંગેનો મુલાકાત વિડિઓ સરળ એપ મા ફરજીયાત અપલોડ કરવાની માહિતી માર્ગદર્શન પ્રમુખ ઘનશ્યામ પટેલે આપી હતી.
આગામી લોકસભા ચૂંટણીમા આ સરકારે કરેલા કામોનો ગ્રાફ વોટમાં તબદીલ થાય તો ભાજપાને મોટો ફાયદો થશે લોકો ભાજપાને વિકાસ ના નામે વોટ આપશે એવી અપેક્ષા સેવાઈ રહી છે.છેલ્લા એક સપ્તાહથી જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ આ અભિયાનને સફળ બનાવવા અંગત રસ લઈને જાતે ભારે જહેમત ઉઠાવી કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન આપી રહ્યા છે.
તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા