પત્રકાર અને લેખક(Journalist and writer) તારિક ફતેહનું(Tarek Fatah) 74 વર્ષની વયે નિધન.

પત્રકાર અને લેખક(Journalist and writer) તારિક ફતેહનું(Tarek Fatah) 74 વર્ષની વયે નિધન થયું છે. 1949માં કરાચીમાં જન્મેલા ફતેહ ભારતની ઘણી બાબતોનાં પણ સારી રીતે જાણકાર હતા. આ ઉપરાંત તેઓ ઈસ્લામ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ પોતાનો અભિપ્રાય અવાજ સાથે વ્યક્ત કરવા માટે જાણીતા હતા.
તારિક ફતેહ પાકિસ્તાનને ભારતીય સંસ્કૃતિનો ભાગ માનતા હતા. ધાર્મિક કટ્ટરતાની વિરુદ્ધમાં રહેલા તારિક ફતેહ ભારતીય સંસ્કૃતિના ચાહક હતા અને તેને ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશને એક કરવાની ફોર્મ્યુલા માનતા હતા. રિપોર્ટર તરીકે કારકિર્દી શરૃ કરનાર તારિક ફતેહ કટારલેખક હતા. આ ઉપરાંત તે રેડિયો અને ટીવી પર પણ કોમેન્ટ્રી કરતા હતા.
તારિક ફતેહ ઘણી ભાષાઓના જાણકાર હતા. હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ, પંજાબી અને અરેબિક જેવી ભાષાઓ પર તે સારૂ પ્રભુત્વ ધરાવતા હતા. તે પોતાની ઓળખને પાકિસ્તાન કરતા વધારે ભારત સાથે જોડતો હતા. તેમણે ‘યહુદીઓ મારા દુશ્મન નથી’ નામનું પુસ્તક પણ લખ્યું હતું. પાકિસ્તાનની બર્બરતાના તીખા ટીકાકાર તરીકે પણ જાણીતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *