*કુમકુમ મંદિર દ્વારા વસંતપંચમીએ શિક્ષાપત્રીની ૧૯૮મી જયંતી ઉજવણી કરવામાં આવી.*
– *કુમકુમ મંદિર દ્વારા 12 X 28 ઈંચની રંગીન વિશાળ શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું.*
– *વસંતપંચમીના દિવસે કુમકુમ મંદિર દ્વારા શિક્ષાપત્રી વિનામૂલ્યે અર્પણ કરવામાં આવી.*
સહજાનંદ સ્વામીએ આ શિક્ષાપત્રીની રચના સંવત્ ૧૮૮ર ના વસંતપંચમીના રોજ વડતાલમાં કરી હતી.- સાધુ પ્રેમવત્સલદાસજી
સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ -મણિનગર – અમદાવાદ ખાતે તા. ૧૪ •- ર – ર૦ર૪ ને બુધવારે વસંતપંચમીના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ ગ્રંથ સર્વજીવહિતા વહ શિક્ષાપત્રીની ૧૯૮મી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ષોડ્શોપચારથી મહાપૂજન કરીને પંચામૃતથી અભિષેક કરીને સંતો – હરીભક્તો દ્વારા શિક્ષાપત્રીનો સામૂહીક પાઠ કરવામાં આવ્યો હતો.
*આ શિક્ષાપત્રી જયંતી પ્રસંગે શિક્ષાપત્રી અંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,સહજાનંદસ્વામીએ આ શિક્ષાપત્રીની રચના સંવત્ ૧૮૮ર ના વસંતપંચમીના રોજ વડતાલમાં કરી હતી.
– શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું અભૂતપૂર્વ અલૌકિક બંધારણ.
– શિક્ષાપત્રી અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી આદી અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે.
– સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી પ્રમાણે સમાજ વર્તે તો દેશમાંથી પોલીસ થાણાં તથા સર્વ પ્રકારની કોર્ટો ઉઠાવી લેવી પડે.
– મહાત્મા ગાંધીજી કહે છે કે, હિન્દુસ્તાનમાં ઘણા ધર્મો છે. પણ સ્વામિનારાયણ ધર્મ પ્રસંશનીય, શુદ્ધ અને આકર્ષક છે. મને આ ધર્મને વિષે ઘણું માન છે.
આ શિક્ષાપત્રી ઉપર ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા છે કે, “આ જે શિક્ષાપત્રી તે અમારું સ્વરૂપ છે.માટે તેને પરમ આદર થકી માનવી. અને જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્વે પામશે.” માટે આ અમારા આશ્રિતે આ શિક્ષાપત્રીનો નિત્યે પાઠ કરવો અને જેને વાંચતાં ન આવડતું હોય તેમણે શ્રવણ કરવું અને વાંચી સંભળાવે તેવો કોઈ ન હોય તો છેવટે આ શિક્ષાપત્રીની પૂજા કરવી અને એમાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો એમ અમારી આજ્ઞા છે.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
– વોટ્સએપ – ૬૩૫૨૪૬૬૨૪૮
– મો. ૯૮૯૮૭૬૫૬૪૮