તિલકવાડામાં કાંઠા વિસ્તાર
નું ધોવાણ:સંરક્ષણ દીવાલ ક્યારે?
તિલકવાડામાં કાંઠા વિસ્તાર
નું મોટાપાયે ધોવાણ
2005માં મેણ નદીમાં આવેલાં પૂરનું ધોવાણ પછી સતત ધોવાણ વધતું જઈ રહ્યું છે
18વર્ષના વ્હાણાં વીતી ગયા છતાં સંરક્ષણ દીવાલ બનાવવા માટે સ્થાનિક નેતાગીરી બોદી પુરવાર થઈ છે.
રાજપીપલા, તા 6
નર્મદાજિલ્લાનું તિલકવાડા ગામ એક ધાર્મિક પૌરાણિક આસ્થા ધરાવતું અનેક દેવી દેવતાંઓના મંદિરો ધરાવતું ગામ છે
આ ગામ મેણ નદીને કિનારે આવેલું છે. અહીં એક જગ્યાએ નર્મદા અને મેણ નદીનો સંગમ થાય છે ત્યાં
2005માં મેણ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ત્યારથી દર વર્ષે ભારે વરસાદને કારણે મેણ નદીમાં પૂર આવતા હોય છે જેને કારણે નર્મદા અને મેણ નદીના સંગમ ઉપર જ્યાં આ બે નદીઓ ભેગી થાય છે ત્યાંભારે પૂર આવવાથી 100થી 150મીટર જેટલું માટીનું ભારે ધોવાણ થયું છે અને ધોવાણ સતત ક્ર્મશ:વધતું જઈ રહ્યું છે.જેને કારણે નદી કિનારે આવેલા નર્મદાના પ્રાચીન મન્દિર, શિવ મન્દિર,અંબાજી મન્દિર,હોટલો,અને ઘરો આ જમીન ધોવાણને કારણે તૂટી ગયા છે.દર વર્ષે આ ધોવાણ વધતું જતું હોઈ પ્રાચીન મન્દીરો અને ઘરોને મોટા પાયે નુકસાન થતું હોય વર્ષોથી ગ્રામજનોએ આ ધોવાણને અટકાવવા સંરક્ષણ દીવાલ બનાવવાની માંગ કરી રહ્યાં છે. પણ કોઈ નેતા કે તંત્ર ધ્યાન આપતું નથી..
2005માં મેણ નદીમાં આવેલાં પૂરનું ધોવાણ આજે પણ યથાવત હોઈ આજે 18વર્ષના વ્હાણાં વીતી ગયા છતાં સંરક્ષણ દીવાલ બનાવવા અહીંની નેતાગીરી બોદી પુરવાર થઈ છે.પ્રાચીન મન્દિર તૂટી પડવાની અણી પરછે ત્યારે મન્દીરો બચાવવાનીપણ માંગ ઉઠવા પામી છે
ત્યારે હવે લોકસભાં ચૂંટણી વર્ષમાં તિલકવાડા મેણ નદી કાંઠા વિસ્તારનું ધોવાણ અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ સ્થાનિકો કરી રહ્યાં છે.
તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા