*🙏🏻🚩 અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આયોજિત સંત સંમેલનમાં શ્રી જગન્નાથ મંદિરની જમીન બાબતે ચર્ચા કરવા સમિતિ સાથે જોડાયેલા પરમ પૂજ્ય સંતોને વિનમ્ર અપીલ🚩🙏🏻*
તારીખ – ૩/૪/૨૦૨૪
પરમ પૂજ્ય સંત ગણ,
અખિલ ભારતીય સંત સમિતિ.
પૂજ્ય સંતોનાં ચરણોમાં વંદન સહ જણાવવાનું કે આવતી કાલે અમદાવાદ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા એક સંત સંમેલન યોજાવાનું છે પૂજ્ય સંતોનાં સંમેલનોમાં હંમેશા સનાતન ધર્મને વધુ મજબૂત બનાવવા બાબતે ગંભીર ચર્ચા થતી આવી છે અને એટલે જ એક સનાતની તરીકે આપની સમક્ષ વેદનાં સભર એક રજૂઆત કરી રહ્યો છું જો આપ સૌને યોગ્ય અને જરૂરી જણાય તો આવતીકાલે મળનારા સંત સંમેલનોમાં આ બાબતે ગંભીરતાપૂર્વક વિચાર કરશોજી
અમદાવાદ શહેરમાં આવેલાં પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરની લગભગ ૨૮,૦૦૦ વાર જેટલી જમીન જેની બજાર કિંમત અંદાજિત ₹ ૮૫ કરોડ જેટલી થાય છે એ જમીન બજાર કિંમત કરતાં દસ ટકા જેટલી મામૂલી રકમમાં એટલે કે મફતના ભાવે તેમજ તમાંમ નીતિનિયમોને નેવે મૂકીને પાછલાં બારણે અને એ પણ મુસ્લિમને ૨૦૧૮ માં પધરાવી દેવામાં આવી છે આ જમીન મુસ્લિમ પાસેથી પરત લેવાની માંગ સાથે મારી લડત ચાલું જ છે અને આ જમીન મુસ્લિમ પાસેથી પરત નહીં આવે ત્યાં સુધી મારી આ લડત ચાલું જ રહેશે
મારી આપ સર્વે પૂજ્ય સંતોને વિનમ્ર અપીલ છે કે આવતીકાલે મળનારા સંત સંમેલનમાં આ વિષય ધ્યાનમાં લેવામાં આવે શ્રી જગન્નાથ મંદિરનાં વહીવટકર્તાઓ ને સનાતન ધર્મ માટે નુકસાનકર્તા આ સોદો રદ તાત્કાલિક રદ (અત્રે ઉલ્લેખનીય છે કે આ સોદો ચેરીટી કમિશ્નરશ્રી એ ૨૦૨૦ માં રદ કરેલો જ છે) કરવા બાબતે સમજાવવામાં આવે અને જરૂર જણાય તો કડક શબ્દોમાં સુચના આપવામાં આવે એવી મારી વિનમ્ર અપીલ છે
આપણે પાંચસો વર્ષોની લડત અને અનેક બલિદાનો શ્રી રામજન્મભૂમિ પરત મેળવી શક્યા છીએ અને ત્યાં પ્રભુ શ્રીરામ નું ભવ્ય મંદિર બન્યું છે જે દરેક સનાતની માટે ગૌરવની વાત છે એક બાજુ આપણે વિધર્મીઓ પાસેથી શ્રી રામજન્મભૂમિ પરત મેળવી અને અહીં અમદાવાદમાં સગાં હાથે મંદિરની જમીન મુસ્લિમને પધરાવી દેવામાં આવે એ કોઈપણ રીતે યોગ્ય છે? શ્રી જગન્નાથ મંદિરની જમીન જેટલી વહેલી મુસ્લિમ પાસેથી પરત આવે એ માટે આપ સૌ પૂજ્ય સંતો મહંતોનાં આશિર્વાદ મળશે એવી અપેક્ષા રાખું છું… આપશ્રીને આ સોદા બાબતે પુરાવાની જરુરીયાત હોય તો માંરો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે….. આભાર સહ
Atul Dave – 81609 98177
WhatsApp – 98259 26951
*(સામાજિક કાર્યકર – અમદાવાદ)*