અંબાલાલ પટેલની વરસાદની આગાહી
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની શક્યતા છે. પશ્ચિમિ વિક્ષેપને કારણે 27થી 29 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી કમોસમી વરસાદ થઇ શકે છે. ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે. થોડા દિવસ પહેલા આવેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પાકો બરબાદ થયા હતા. આ વખતે અગમચેતી રાખીને તૈયારી કરી લેવી જોઇએ.