શ્રી આઈ.એમ. નાણાવટી ત્રિદિવસીય જ્ઞાનસત્રનું ઉદ્દઘાટન થયું


ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા તા:-૨૩-૨૪-૨૫ જાન્યુઆરી-૨૦૨૪ ત્રિદિવસીય ૧૦માં શ્રી આઈ.એમ.નાણાવટી જ્ઞાનસત્રનું ઉદ્દઘાટન થયુ હતુ. પ્રથમ દિવસે ઉદ્દઘાટક તરીકે જીટીયુના કુલપતીશ્રી રાજુલ ગજ્જરે શિક્ષણમાં ભારતિયતા વિષય ઉપર વિચારો વ્યક્ત કર્યા હતા. ભારતના ઇતિહાસની ભવ્યતા, સંસ્કૃતિ વારસો તથા પરંપરા વીશે વાત કરી હતી . તક્ષશીલા તથા નાલંદા યુનિવર્સિટી સમયમાં ભારતની શિક્ષણ વ્યવસ્થા વિશ્વમાં શ્રેષ્ઠ હતી. હજારો વિદ્યાર્થીઓ પરદેશથી ભારતમાં ભણવા આવતા હતા. આ જ્ઞાનસત્રના મુખ્ય વક્તા તરીકે જીટીયુના પૂર્વ કુલપતી નવીન શેઠે જણાવ્યું હતુ. કે ભારતની પૌરાણીક શિક્ષણ વ્યવસ્થામાં કલા , સંગીત, તથા સાહીત્ય ઉચ્ચ કક્ષાએ હતુ . આયુર્વેદ,ગણીત તથા વિજ્ઞાનમાં પણ આપણો દેશ વિશ્વની ટોચ ઉપર હતો. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે સોનેકી ચીડીયા તરીકે ઓળખતા ભારત ઉપર ભયાનક હુમલાઓ થયા હતા.વિશ્વના અલગ અલગ લોકો દ્વારા થયેલા આ હુમલાઓથી શિક્ષણ વ્યવસ્થા ઉપર ગંભીર અસરો થઇ હતી. ભારતીય સંસ્કૃતિ એટલેજ ભાઈચારો, પ્રેમ, અહિંસા, તથા શાંતી થાય છે. શિક્ષણમાં ભારતિયતા વીશે વ્ય્વક્ત થયેલા વિચારોથી કોલેજના વિદ્યાર્થીઓ અભિભુત થયા હતા. આ કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રા. ચેતન મેવાડા તથા પ્રા.એચ.બી.ચૌધરીએ કર્યુ હતુ.કોલેજના ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહીને શ્રી આઈ.એમ.નાણાવટી જ્ઞાનસત્રને સફળ બનાવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *