ભાજપાના સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવા ફરી વિફર્યા

ભાજપાના સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવા ફરી વિફર્યા

ડેડીયાપાડા ના ફુલસર ગામે ભાજપની વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાને આડે હાથ લઈ આકરા પ્રહારો કર્યા

ડેડીયાપાડા સાગબારા વિસ્તારમાં દારૂ અને જુગારના અડ્ડા ચલાવનારા મને ચૂંટણીમાં પાડી દેવાની વાત કરે છે

પરંતુ હું સાચો છું મને પાડવાની એમનામાં તાકાત નથી

રાજપીપલા, તા 4

જંગલની જમીન પર ખેડાણ બાબતે વન કર્મીને ઘરે બોલાવી તેના પર હુમલો કરી, ખંડણી ની સાથે એક રાઉન્ડ ફાયરિંગ કરતા ડેડીયાપાડા આપ ના ધારાસભ્ય ચૈતર વસાવા સામે હાલ ગુનો નોંધાયો છે, ધારાસભ્ય ઘણા દિવસો થી ફરાર છે, જેને લઈને પોલીસ પણ તેવોને શોધી રહી છે ત્યારે ડેડીયાપાડા ના ફુલસર ગામે ભાજપની વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાને આડે હાથ લઈ શાબ્દિક પ્રહારો કર્યા હતા, અને જણાવ્યું હતું કે નાની મોટી કચેરીઓમાં ગરીબ આદિવાસીઓ કામ કરે છે એમને ધમકાવવા કરતા સહકારથી કામ કરવું જોઈએ, અગાઉની સરકારમાં આદિવાસીઓ ને જંગલ ની જમીનો નહોતી મળતી જે ભાજપ સરકારે અપાવી છે, આદિવાસીઓ ને જે લોકો ગેર માર્ગે દોરી રહ્યા છે તેમનાથી સાવધાન રહેવા જણાવ્યું હતું, ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા છે ઢોર નઈ એટલે જે આપણો વિકાસ કરે છે તેમની વાત સાંભળવી જોઈએ, ભાજપે આદિવાસી યુવાનોને ખોટી રીતે ક્યારેય ઉશ્કેર્યા નથી પરંતુ જે લોકો ઉશ્કેરવાનું કામ કરે છે તેમનાથી સાવધ રહેવા બાબતે સાંસદે આદિવાસીઓ ને ટકોર કરી હતી, તેમજ ડેડીયાપાડા સાગબારા વિસ્તારમાં દારૂ અને જુગારના અડ્ડા ચલાવનારા મને ચૂંટણીમાં પાડી દેવાની વાત કરે છે પરંતુ હું સાચો છું મને પાડવાની એમનામાં તાકાત નથી, આસામ માં આવું બોલનારને બંધુક થી ઉડાવી દેવામાં આવે છે મેં ત્યાં જઈને પણ દારૂ બંધીની વાત કરી છે, જંગલની જમીનો જેમની બાકી છે તેમને અમેજ અપાવીશુ જેની સરકાર નથી એ ક્યાંથી અપાવશે, તેમજ જંગલ ની જમીનો આડેધડ ના ખેડવી જોઈએ ની તેઓએ વાત કરી હતી, તેમજ ભાજપ કલ્યાણકારી પાર્ટી હોવાથી આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, અને છત્તીસગઢ માં ભાજપ ની બહુમતીથી જીત થઈ છે ની વાત કરી હતી…

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *