*ત્રણ રાજ્યોમાં બીજેપીને બહુમતી મળતા, જામનગર શહેર ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી*

*ત્રણ રાજ્યોમાં બીજેપીને બહુમતી મળતા, જામનગર શહેર ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી*

જામનગર, : પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખરજી ના રાષ્ટ્રવાદી વિચારોના સિંચન થી ઊભી થયેલ ભારતીય જનતા પાર્ટી વિશ્વ ની સહુથી મોટી પાર્ટી બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ના સક્ષમ નેતૃત્વમાં ભારત વિશ્વ સ્તરે અગ્રેસર બન્યું છે, ત્યારે આજે રાજેસ્થાન, છતિસગઢ, મધ્યપ્રદેશ માં પૂર્ણ બહુમત મેળવેલ છે. અને સરકાર રચવા જઈ રહ્યું છે.
ભારતીય જનતા પાર્ટી નો પ્રત્યેક કાર્યકર્તા સતત ૫ વર્ષ પ્રજા સમકક્ષ રહે છે, દરેક નેતા સતત લોકસંપર્ક માં રહે છે. પ્રજા હિત ની કામગીરી કરે છે. ભારતીય જનતા પાર્ટી ની રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, “રાષ્ટ્ર પ્રથમ” માં વિચાર ને કેન્દ્ર માં રાખી નીતિ ઘડતર કરે છે. ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ ની તાકાતથી વિશ્વ ની સહુથી મોટી રાજકીય પાર્ટી બની છે. અને કાર્યકર્તા ની જ તાકાત છે, જેના ફળસ્વરૂપ ભારતીય જનતા પાર્ટી સફળતાના શિખરો શર કરી રહ્યું છે. આગામી લોકસભા ચૂંટણી માં ગુજરાત ની તમામ ૨૬ લોકસભા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી ૫ લાખથી વધુ લીડ થી બહુમત પ્રાપ્ત કરસે, તથા ભારત ભરમાં ઐતિહાસિક બહુમતી મેળવશે સ્પષ્ટ થયું છે. ભારતીય જનતા પાર્ટી ની ૩ રાજ્યમાં જીતથી ભારત ભરનાં કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે, અને આ અન્વયે જામનગર શહેર ભાજપ દ્વારા વિજય ઉત્સવ ઉજવાય, એક બીજાની મો મીઠું કરાવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટું, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડે મેયર ક્રિષ્ના બેન સોઢા, સાસકપક્ષ નેતા આશિષભાઈ જોશી, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, સીક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, મનહરભાઈ ઝાલા, પૂર્વ અધ્યક્ષ હસમુખ હિંડોચા, હિતેન ભટ્ટ, અશોક નંદા, મુકેશ દાસાણી, સહિત કોર્પોરેટરો, સિક્ષન સમિતિના સભ્યો, પ્રભારીઓ, વોર્ડ સમિતિના કાર્યકર્તાઓ સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ સમર્થકો ઉપસ્થિત રહ્યી, વિજય ઉત્સવની ઉજવણી કરેલ. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર, લક્ષમણ ગઢવી તથા દિપાબેન્ સોનીની અખબારી યાદી માં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *