ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ

યુગાન્ડાની ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ

યુગાન્ડાની ક્રિકેટ ટીમે ઇતિહાસ રચી દીધો છે. યુગાન્ડાએ T20 વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાય કરી લીધુ છે. યુગાન્ડા T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનારી 20મી ટીમ બની ગઈ છે. યુગાન્ડાએ આજે રમાયેલી મહત્વની મેચમાં રવાંડાને 9 વિકેટે હરાવીને T20 વર્લ્ડ કપની ટિકિટ મેળવી લીધી છે. તે પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમતી જોવા મળશે. બીજી તરફ ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ સતત બીજી વખત વર્લ્ડ કપમાં જગ્યા બનાવી શકી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *