તેજી સાથે બંધ થયું શેરબજાર
આજે નવેમ્બર મહિનાનો છેલ્લો ટ્રેડિંગ દિવસ છે. ત્યારે ભારતીય શેરબજાર લીલા નિશાન પર બંધ થયું હતું. આજે બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ 86 પોઈન્ટના ઉછાળા સાથે 66,988 પર અને નિફ્ટી 36 પોઈન્ટના ઉછાળા સાથે 20,133 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આજના ટ્રેડમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં વધારાને કારણે રોકાણકારોની સંપત્તિમાં 2.33 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.