સીએમએ જાપાની કંપનીઓને રાજ્યમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું
જાપાનના પ્રવાસે ગયેલા સીએમ ભુપેન્દ્ર પટેલે અનેક સ્થળોની મુલાકત કરી હતી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા અનેક કંપનીઓને આમંત્રિત કરી છે. ત્યારે દાદાએ આજે જાપાનના કોબે ખાતે નિચીકોન કોર્પોરેશનના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે કંપનીના EV ઇન્ડસ્ટ્રી તેમજ એનર્જી સ્ટોરેજના ઉત્પાદનો ગુજરાતમાં રોકાણ કરવા અને સહભાગી થવા આમંત્રણ આપ્યું હતુ.