કુમકુમ આનંદધામ ખાતે સદગુરુ સ્વામીશ્રી ને સલામી આપવામાં આવી.
શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણિનગર – અમદાવાદ ના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની 102 મી પ્રાગટ્ય જયંતી પ્રસંગે યુવાનો- સંતો અને હરિભક્તોએ તેમણે કરેલા કાર્યો બદલ
તેમના ચરણોમાં સલામી આપી હતી.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલ જણાવ્યું હતું કે, સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિય દાસજી સ્વામી 80 વર્ષ સુધી સાધુ જીવન જીવ્યા અને ૧૦૦ વર્ષ સુધી આ પૃથ્વી પર રહ્યા.
તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાને કહેલા સંતોના 32 ગણો સિદ્ધ કર્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌપ્રથમ 1948 માં તેઓ ગુરુવર્ય શ્રી મુક્તજીવન સ્વામીબાપા ની સાથે આફ્રિકા ગયા હતા વિદેશની ભૂમિ ઉપર ભારતીય સંસ્કારોનો પ્રચારને પ્રસાનો પ્રારંભ કર્યો હતો. ત્યાર પછી યુએસ, દુબઈ, કેનેડાથી દેશોમાં પણ તેમણે અનેક વખત વિતરણ કર્યું છે.
જેના કારણે આજે અનેક યુવાનો માં સત્સંગના બીજ રોપાયા છે.
અને તેઓ સદાચાર મેં જીવન જીવી રહ્યા છે.
આપણે સૌ કોઈએ સદગુરુ સ્વામી શ્રી આપેલા જીવન સંદેશ અનુસાર જીવન જીવીએ તે જ તેમના ચરણોમાં ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ છે.