રેલ્વે રિઝર્વેશન કાઉન્ટર પરથી ઓફલાઈન રિઝર્વેશન ટિકિટ ખરીદનાર યાત્રી, પ્રવાસીનો શું વાંક? તેઓ 10,00,000 સુધીના વીમા લાભથી વંચિત શા માટે?
ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલ જણાવે છે કે I.R.C.T.C ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઇન ટિકિટ ખરીદનાર યાત્રી પ્રવાસીને રેલ્વે અકસ્માતના સંજોગોમાં ઈજા અપંગતા તથા મૃત્યુ જેવા કિસ્સામાં વધુમાં વધુ 10 લાખ સુધીનો વીમા લાભ મળી શકે છે .
રેલ્વે દ્વારા ઓફલાઈન તથા ઓનલાઇન એમ બંને પ્રકારે પ્રવાસ માટે રિઝર્વેશન કરવાની જોગવાઈ રાખેલ છે રેલ મંત્રાલય ભારત સરકાર તરફથી R.T.I. ના જવાબમાં જાણવા મળેલ છે કે આઈ આર સી ટી સી એટલે કે, (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન) ને ઓનલાઇન રિઝર્વેશન દ્વારા યાત્રી પ્રવાસીઓને રિઝર્વેશન સંબંધિત સેવાઓ પૂરી પાડવા એમઓયુ કરી કામગીરી સોંપવામાં આવેલ છે.
I.R.C.T.C. દ્વારા ઓનલાઇન રિઝર્વેશન કરતી વખતે પ્રતિયાત્રી પ્રતિ ટ્રીપ 35 પૈસા વીમા પ્રીમિયમ પેટે ટિકિટની કિંમતમાં જોડીને વસૂલવામાં
આવે છે એટલે કે ટિકિટની ચૂકવેલી કુલ કિંમતમાં 35 પૈસા લેખે વીમા પ્રીમિયમનો સમાવેશ થયેલ છે જેની સામે રેલવે અકસ્માત થાય તેવા સંજોગોમાં ટિકિટ ધારક પ્રવાસી અને અથવા વારસદારને અકસ્માત સમયે પ્રવાસીને થયેલ નુકસાન ઇજા મૃત્યુ વગેરેને ધ્યાનમાં લઇ વધુમાં વધુ રૂપિયા 10 લાખ સુધીનો વીમા લાભ ચૂકવવામાં આવે છે.
I.R.C.T.C.( ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન) દ્વારા 1. મેસર્સ એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ તથા નંબર 2. લિબર્ટી જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડ સાથે યાત્રીઓને વીમા લાભ પુરા પાડવા અંગે સમજૂતી થયેલ છે રેલવે યાત્રીઓને રેલ્વે અકસ્માતના સંજોગોમાં વીમા લાભ ચૂકવવા બંને વીમા કંપનીઓ જવાબદાર રહેશે ઓનલાઇન રિઝર્વેશન ટિકિટ ખરીદનાર યાત્રીઓએ કોઈ કાનૂની તકલીફ ઊભી ના થાય તે હેતુથી નોમીની તરીકે વારસદાર નું નામ દર્શાવવું જરૂરી છે રેલવે દ્વારા પ્રવાસ કરતા યાત્રીઓને ઓનલાઈન રિઝર્વેશન ટિકિટ ખરીદવા ગ્રાહકોને અમારી અપીલ છે કારણકે રેલ્વે સ્ટેશન ઉપરના રિઝર્વેશન કાઉન્ટર ઉપરથી ઓફલાઈન રિઝર્વેશન ટિકિટ લેનાર યાત્રી પ્રવાસીઓને રેલ્વે અકસ્માતના સંજોગોમાં દસ લાખ સુધીના વીમા લાભની જોગવાઈઓ મુજબ કોઈ લાભ મળતો નથી.
સુચિત્ર પાલ પ્રમુખ,
ગ્રાહક સુરક્ષા -ગ્રાહક સત્યાગ્રહ -ગ્રાહક ક્રાંતિ