મહિલા આરક્ષણ બીલ પાસ થતાં રાજપીપલા ખાતે નર્મદાજિલ્લા મહિલા મોર્ચાની બહેનો દ્વારા ફટાકડા ફોડી ખુશાલી મનાવાઈ
પોસ્ટરો પ્લેકાર્ડ સાથે દેખાવો કરી વડાપ્રધાનનો આભાર માન્યો
નાંદોદના મહિલા ધારાસભ્ય ડૉદર્શનાબેન દેશમુખની પ્રતિક્રિયા
રાજપીપલા, તા 21
નવી સંસદના પહેલા જ દિવસે ઐતિહાસિક મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ 2/3 બહુમતિથી પાસ થઈ જતાં રાજપીપલા ખાતે
નર્મદાજિલ્લા મહિલા મોરચાની બહેનો, નાંદોદના મહિલા ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખત તથા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલતથા મહિલા મોરચા પ્રમુખ જયશ્રીબેન ધામેલ,રાજપીપલા નગરપાલિકા પ્રમુખ ધાર્મિષ્ઠાબેન પટેલ સહીત
મહિલા મોર્ચાની બહેનો તથા ભાજપાના આગેવાનોની ઉપસ્થિતિમાં રાજપીપલા સફેદ ટાવર પાસે ફટાકડા ફોડી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડૉ દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે આજરોજ કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લોકસભામાં મહિલા આરક્ષણબીલ નારી શક્તિ વંદના એક્ટ નામથી રજૂ કરવામાં આવ્યું છે.આજે
454 જેટલા સભ્યના બહુમત વોટીંગથી આ બીલ પસાર કરવામાં આવ્યું છે.આજનો દિવસ ઐતિહાસિક અને ક્રાંતિકારી દિવસ ગણાશે. આ માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યોહતો . અને જણાવ્યું હતું કે 27 વર્ષના ગાળામાં આ દિવસ 11 વખત રજૂ કરવામાં આવ્યું હતું.આનાથી લોકસભામાં મહિલા સશક્તિકરણ વધશે.અને આનાથી લોકસભામાં વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત મળશે. અને દેશને આગળ લઈ જવામાં મહિલાઓનો સિંહફાળો રહેશે.
આ બિલ કાયદો બન્યા બાદ લોકસભા અને દેશની અન્ય વિધાનસભાઓમાં દર ત્રીજી સાંસદ એક મહિલા હશે.એ માટે દર્શનાબેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા