સંજીવ રાજપૂત
અમદાવાદ
આગામી નવરાત્રિને લઈ પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી દ્વારા પત્રકારોને માહિતી
નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે આવનાર નવરાત્રિને લઈ પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી દ્વારા અમદાવાદ ખાતે પત્રકારોને માહિતી આપવામાં આવી હતી.
શક્તિ અને અરાધ્યના મહાપર્વ નવરાત્રીને માત્ર મહિનો બાકી રહ્યો છે ત્યારે ખેલૈયાઓની સાથે સાથે મધુર સ્વરે લોકોને ઝૂમતા કરનાર ગાયકો કાંઈક નવું પીરસવાની પુરજોશ તૈયારીઓમાં લાગ્યા છે. 15 ઓકટોબર થી શરૂ થનાર આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવને લઈ ગુજરાત સહિત દેશ વિદેશમાં પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી દ્વારા અમદાવાદના રાજપથ કલબ ખાતે પત્રકારોને સંબોધવામાં આવ્યા હતા
જેમાં એમઝોનના આયોજક દેવાંગભાઈ ભટ્ટ, જેપી એન્ટરટેનમેન્ટના જીજ્ઞેશભાઈ પટેલ, સાગરભાઈ ભટ્ટી, નયન ભાઈના જણાવ્યા મુજબ આ વખતે એમઝોન ના સાહિયારે 7 જગ્યા પર વિવિધ જગ્યાએ અલગ અલગ થીમ પર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવશે જેમાં અમદાવાદ ખાતે 7 દિવસ પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી પોતાના સુર રેલાવશે. ખેલૈયાઓની તમામ જરૂરિયાત અને પસંદને જાણીને આ વખતે અદભુત આયોજન કરવામાં આવશે જેમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવનાર છે. જેમાં ખેલૈયાઓ માટે ઓનલાઈન તેમજ સ્પોટ પર પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. .
બાઈટ: કીર્તિદાન ગઢવી