બધાથી પર,સહજ છે એ સંન્યાસ છે. વિચારભેદ હોય,વિવેકભેદ ન હોવો જોઇએ. ઓશો આશ્રમમાં હનુમંત મૂર્તિની લ્થાપના થઇ.

 

છઠ્ઠા દિવસની સંવાદ યાત્રામાં એક પ્રશ્ન હતો કે લગ્ન પહેલા અભક્ષ આહાર કર્યો અને ખૂબ દૂર્વિચાર આવે છે.બાપુએ કહ્યું કે નવધા ભક્તિમાં છેલ્લી ભક્તિ આત્મનિવેદન છે.ભૂલ કોણ નથી કરતું? પણ આપે આત્માનિવેદન કર્યું છે,હવે ભૂલી જાઓ! બાપુએ માછીમારના ટંડેલ પરિવાર વિશેની વાત કરી અને પાંડુરંગ દાદાને યાદ કરતા કહ્યું કે ૬૫થી વધારે વર્ષોથી હું પણ જ્ઞાનફેરી,ભક્તિફેરી કર્મફેરી કરી રહ્યો છું. વિચારભેદ હોય વિવેકભેદ ના હોવો જોઈએ. દરેક વિચારો સાથે સહમતિ ન પણ હોય પણ વિવેક ક્યારેય પડવો ન જોઈએ. માછીમારોને સ્વાધ્યાય પ્રવૃત્તિ શીખવાડી અને દાદાએ કહેલું કે આ તમારા પાપનું નહીં તમારા બાપનો ધંધો છે, માટે ગીતાને પકડી રાખજો.બાપુએ જણાવ્યું કે હું તમારા કર્મનું ફળ ખાવા આવ્યો છું.

શંકરાચાર્યજીએ લખ્યું: ચિંતનીય-અચિંતનીય, વચનીય,કથનીય અકથનીય કૃત્ય અને અકૃત્ય બધાથી બહાર હોય એ સહજ સંન્યાસ છે. જે સહજ હોય છે એ પોતે નથી કરતો પણ એની પાસે કોઈક કરાવે છે, કોઈ બોલાવે છે, કોઈ નચાવે છે.

એક રાજા એવી જગ્યાએ જવા માંગતો હતો જ્યાં આનંદ અને આનંદ જ મળે.નદીના કિનારે ગયો પૂછ્યું તો સામે કિનારે રહેનારા બધા ખૂબ જ બેઈમાન માણસો છે એવું સાંભળ્યું.એ કિનારે ગયો તો એની સામેના કિનારે પણ એ જ વાત કરી. દરેકને પોતાનું સત્ય સત્ય લાગે બીજાનું સત્ય અસત્ય લાગતું હતું. સત્ય અને અસત્ય સાથે ફરવા નીકળ્યા.નદીના શીતળ જળને જોઈ અને નાહવાનું વિચાર્યું. કિનારા ઉપર કપડાં મૂકી અને નાહવા પડ્યા.અસત્ય જૂઠ તરત નાહીને સત્યના કપડા પહેરી અને નીકળી ગયું પરંતુ સત્ય બહાર ન આવ્યું. તેણે કહ્યું કે અંદર ડૂબી જાઇશ પણ અસત્યના કપડાં પહેરીને ક્યારેય નહીં નીકળું.જૂઠનાં કપડા નહીં પહેરું. આપણા ચાર આચાર્યોના ગ્રંથો ભાષ્ય બ્રહ્મસૂત્ર વગેરે પરના ભાષ્ય જુઓ તો લાગે કે વિચારભેદ છે કારણ કે દ્વેત,અદ્વૈત,વિશિષ્ટ દ્વેત,દ્વૈતાદ્વૈત પરંતુ કોઈ આચાર્યમાં વિવેક ભેદ નથી. વિચારભેદ હોવો જ જોઈએ દરેકને પોતપોતાની નીજતા હોવી જોઈએ. માત્ર સાધુ શબ્દથી યજ્ઞ તપ દાન અને જપનું ફળ મળે છે એવું બ્રાહ્મણોને વેદ કહે છે.પાબ્લો નેરૂદાએ જલપરીની કથા લખી જે સમાજમાં આવી અને આવો ખરાબ સમાજ હોઇ,જોઇને ફરી પાછી જળમાં ચાલી જાય છે. વિશ્વ કલ્યાણ માટે આવેલા સાધુને સમાજ સતાવવા સિવાય કંઈ આપી શકતો નથી. એક અસ્ત્ર હોય છે.એક શસ્ત્ર. શસ્ત્ર નજીકથી મારી શકાય,અસ્ત્રથી દૂર સુધી પ્રહાર કરી શકાય. સુબાહુને શસ્ત્રથી,મારિચને અસ્ત્રથી મારવામાં આવ્યો. કોઈ નજીકથી પ્રહાર કરે કોઈ દૂરથી પ્રહાર કરે છે.રાજા જ્યાં ગયો સામેના કિનારા માટે ખરાબ સાંભળ્યું. એક જગ્યાએ આવ્યો જ્યાં કિનારા પૂરા થતા હતા રાજાએ ત્યાં મકાન બનાવી ઉપર નામ લખ્યું:નૈતિ.

આપણે સાધુ નથી પણ સાધુના તો છીએ ને! ઓશો નથી પણ ઓશોના તો છીએ! ગુરુના થઈ જાય છે એને ખબર પડે છે કે ગુરુ શું શું કરે છે. ગુરુનું થવું પણ પર્યાપ્ત છે.મૌન બિલકુલ અથવા તો હૃદયનો પ્રેમ હોય એને યાદ કરો એ પણ સાધના છે. કબીરની બે પંક્તિઓમાં સંન્યાસની વ્યાખ્યા કરી.

 

 

ડાન્સિંગ કથામાં કીર્તન-નૃત્યમંથન અને ચૌદ રત્નોની પ્રાપ્તિ:

એ પછી ડાન્સિંગ કથા કહેતા હોય એમ બાપુએ કીર્તનની વ્યાખ્યા કરતા કહ્યું કે કીર્તન પણ એક મંથન છે. જેમ સાત મંથન પહેલા બતાવેલા. કીર્તનમાં ગોળ ગોળ ફરવું પડે છે અને કીર્તન રૂપી મંથનથી પણ ૧૪ રત્ન નીકળે છે. કલ્પતરુ- પોથી પ્રગટ થાય છે. કામદુર્ગા કથાની કામદુર્ગા પ્રગટે છે, કલ્પતરુ જે કામના નષ્ટ કરે છે એવું કલ્પવૃક્ષ મળે છે. અપ્સરાઓ તો પોતાને વિશેષતાથી બીજાને ફસાવે પરંતુ કીર્તન રૂપે મંથનથી રંભાને બદલે રંભ એટલે પોકાર નીકળે છે.શંખધ્વનિ જે બુદ્ધત્વ તરફ પ્રેરે છે.વિષ: નિંદાનું ઝેર નીકળે છે અને કીર્તનથી નામામૃતનું અમૃત નીકળે છે.વારિ એટલે શરાબ કીર્તનથી પ્રેમસુરા નીકળે છે.ઐરાવત હાથીનો મતલબ ખુલ્લા કાનથી લોકોનિંદા સાંભળવાની ક્ષમતા મળે છે. ઉચ્ચશ્રવાનો ઘોડો જે ઊંચા કાન રાખે છે કીર્તન ઊંચા કાનથી સ્મરણ કરાવે છે. ધનવંતરી: કીર્તનથી નામ ઔષધી મળે છે. શ્રી ગુરુનો વૈભવ મળે છે. કીર્તન રૂપી ગુરુકૃપાથી સફળતા મળે છે.એ પછી બાપુએ હનુમંતની મૂર્તિ ઓશો આશ્રમના અરુણગિરિજી મહારાજને અર્પણ કરી અને આજે બધાના વતી વ્યાસપીઠ પર રામાયણજીની આરતી ખુદ બાપુએ કરી અને ડાન્સિંગ કથાને વિરામ આપ્યો.

14 thoughts on “બધાથી પર,સહજ છે એ સંન્યાસ છે. વિચારભેદ હોય,વિવેકભેદ ન હોવો જોઇએ. ઓશો આશ્રમમાં હનુમંત મૂર્તિની લ્થાપના થઇ.

  1. Pingback: mkx gummies price
  2. Pingback: ufabet789
  3. Pingback: rich89bet
  4. Pingback: highbay
  5. Pingback: Mostbet casino
  6. Pingback: som777
  7. Pingback: Helen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *