કોંગ્રેસે પાકિસ્તાન પર કરેલ એર સ્ટ્રાઈકને સમર્થન આપ્યું

કોંગ્રેસે પાકિસ્તાન પર કરેલ એર સ્ટ્રાઈકને સમર્થન આપ્યું

પહેલગામ હુમલા પછી ભારતના ઓપરેશન સિંદૂર અંગે કોંગ્રેસે કહ્યું કે, રાષ્ટ્રની કાર્યવાહી અંગે અમારું શરૂઆતથી જ સરકારને સંપૂર્ણ સમર્થન છે. POK અને પાકિસ્તાનમાં આતંકવાદના તમામ સ્ત્રોતોને સંપૂર્ણપણે નાબૂદ કરવાની ભારતની નીતિ અડગ છે અને આ નીતિ હંમેશા સર્વોચ્ચ રાષ્ટ્રીય હિત દ્વારા સંચાલિત હોવી જોઈએ. આ સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોસ્ટ કરી: ભારતીય સશસ્ત્ર દળો પર ગર્વ છે. જય હિન્દ.