આભ થી વરસેલી વર્ષા જેને ” મઘા વરસાદ ” કહેવામાં આવે છે. જે અમૃત સમાન ગણાય છે
મઘા નક્ષત્ર : સૂર્યનો મઘા નક્ષત્રમાં શુભકારી પ્રવેશ તારીખ 17-8-2023 ના રોજ ગુરુવારે થશે. આ નક્ષત્ર દરમ્યાન વાહન ઘોડાનું છે. સૂર્યનારાયણ ભગવાનનો મઘા નક્ષત્રમાં પ્રવેશ બપોરે 01:33 મિનિટે થશે.
માઘ અમાવસ્યા અથવા મૌની અમાવસ્યા પર લોકો નદીઓમાં પવિત્ર ડૂબકી મારે છે એવું પણ કહેવાય છે કે આ દિવસે પવિત્ર ડૂબકી લગાવવાથી હજારો રાજસૂય યજ્ઞ અથવા અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે છે. આ દિવસે ગંગાનું પાણી અમૃતમાં ફેરવાય છે. આ દિવસે વ્યક્તિ જે અન્ય પ્રવૃત્તિઓ કરી શકે છે તેમાં હવન કરવા, દાન આપવું અને અન્યનો સમાવેશ થાય છે. 17 ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટ સુધી ના વરસેલા વરસાદ ને અચૂક સંગ્રહ કરી લેવો જેવો જોઈએ.કેમકે એ જળ ગંગાજળ સમાન છે…
કહેવાય છે કે મઘા ના મોંઘા વરસાદ ના નક્ષત્ર માં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે.
કહેવાય છે, કે “મઘા કે બરસે માતુકે કે પરસે”એટલે કે માં જો ખાવાનું પીરસે તો જ છોકરા નું પેટ ભરાઈ.એમ મઘા નક્ષત્રં ના વરસાદ થી જ ધરતી માતા ની પાણી ની તરસ બુઝાઈ છે.
સૂર્ય એક નક્ષત્ર માં લગભગ 14 દિવસ ભ્રમણ કરે છે. જન્મભૂમી પંચાંગ અનુસાર આ વર્ષે મઘા નક્ષત્ર માં સૂર્ય નું ભ્રમણ 17/08/2021 એ બપોરે 1:33 થી 30/08/2021 એ રાત્રી ના 9:33 સુધી મઘા નક્ષત્ર માં રેહશે. તો આ 14 દિવસ ના સમય માં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો. આ 14 દિવસ દરમિયાન અગાસી માં કે ખુલ્લા મેદાન માં તાંબા, પિત્તળ, કાંસા અથવા તો સ્ટીલ ના બેડલા-માટલા એવી રીતે મુકો કે આ મઘા નો મોઘો વરસાદ સીધો જ આપના મુકેલ જે-તે પાત્રો માં સીધો જ ભરાઈ જાય.
જાણીયે એના અમુક ફાયદાઓ :-
જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ થાય છે.
આ પાણીને વાસણમાં ભરી રાખો તો પણ એમાં પોરા (કીડા) પડતા નથી.
આ વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે.
મઘા ના પાણી ને આખું વર્ષ ઘર માં સંગ્રહ કરી રાખવાથી પણ એ પાણી બગડતું નથી.
રસોઈ કામ માં આનો ઉપયોગ કરી શકો છો. જેના થી તમારી રસોઈ પણ સ્વાદિષ્ટ બને છે.
ગેસ એસીડીટી માં ઉપયોગ થઇ શકે છે.
વૈદ્ય લોકો પણ આ પાણી નો સંગ્રહ દવાઓ માટે કરે છે .
આ પાણી ગંગાજળ સમાન હોવાથી, તેનાથી શિવ જી ને અભિષેક કરી શકીયે છે જે થી પૂજા નું ફળ ઉત્તમ મળે છે.
આ પાણી ને ઘર માં છટકાવ કરવાથી ઘર ની નેગેટિવિટી પણ દૂર થઇ જાય છે.
17 -08 – 23 થી 31 – 08 -23 માં કરેલો પાક