સત્તર દિવસની કથામાં વ્યાસપીઠનું સત રહી ગયું
આગામી-૯૨૧મી રામકથા કેમ્બ્રિજ યુનિવર્સિટી(યુ.કે.)ખાતે ૧૨ ઓગસ્ટથી શરુ થશે.
શ્રી ગુર પદનખ મનિગન જોતી;
સુમિરત દિબ્ય દ્રષ્ટિ હિંય હોતી,
-બાલકાંડ દોહા-૧
લિંગ થાપિ બિધિવત કરિ પૂજા;
સિવ સમાન પ્રિય મોહિ ન દૂજા.
-લંકાકાંડ દોહા-૨
આ બીજ પંક્તિઓ સાથે કેદારનાથથી મુખરિત થયેલી કથાયાત્રા સૌરાષ્ટ્રે સોમનાથં ચ-એ ન્યાયે પ્રથમ જ્યોતિર્લિંગનો આખરી પડાવ પર બાપુએ કહ્યું કે ક્યારેક એવું થાય કે મૌનમાં જ કથા થાય! કારણ કે આજે જીભ કમજોર લાગે છે,આંખને જીભ નથી અને જીભને આંખ નથી!જ્યોતિર્લિંગ પરમાત્માની કૃપા,ચારધામની કૃપા,બધા જ આચાર્યોના આશીર્વાદ વિરક્ત અને ગૃહસ્થ સાધુઓના આશિષ,ભારત સરકારનો પણ સહયોગ,રેલવે મંત્રાલય,રાજ્ય સરકારો,વહીવટીકારો…કોઈ અદીઠ શક્તિ પણ કામ કરતી હતી.ભારતની ૧૪૦કરોડની જનતા,ત્રિભુવનનો બાળક,વસુધા જ મારો પરિવાર નથી સમસ્ત બ્રહ્માંડ મારો પરિવાર છે.જડ-ચેતન બધાની શુભકામના. સાથે સોમનાથ ટ્રસ્ટે વ્યાસપીઠને આદર મળે છે. બધી જગ્યાએ સદભાવ મળ્યો.જે વૈષ્ણવી માર્ગી સાધુની પરંપરામાં આવ્યો છું એ માર્ગી સાધુઓએ આશીર્વાદ આપ્યા.બાપુએ વહેતી આંખોએ,રડતા રડતા કીધુ કે ત્રિભુવનદાદાની સમાધિ,સાવિત્રીમા, પ્રભુદાસબાપુ,વિષ્ણુદેવાનંદગિરિની વહેતી ગંગામાં રહેલી સમાધિ૦આ બધાની કૃપાનો સદભાવ મારી સાથે છે.સાથે-સાથે મીડિયા,પેઇડ નહીં પણ પોતાના સદભાવથી સાથે રહ્યું.
વિનય કરું કે સોમનાથની આ કથા ન તો આની સાથે આગળ કે આના પછી કોઈની સાથે આને જોડવામાં આવે.પહેલા કંઈ હતું કે આના પછી કાંઈ થવાનું છે એ કથાને આ સાથે ન જોડતા,અપરાધથી બચી જજો.૧૦૦૮ ભાઈ બહેનો ટ્રેનમાં અને મન બુદ્ધિ ચિતથી બધા જ મારી સાથે હતા.સોમનાથમાં નાનકડો વિરામ છે, કથા નિરંતર છે;થોડોક વિરામ છે એવું કહી શકાય.કોઈ મેસેજ નથી.હું જે બોલું છું આપ એમાંથી ચૂંટી લેજો.વ્યાસવાટિકા ખુલ્લી જ છે દરવાજો નથી,માળી પણ નથી,પોતાની રુચિની સુવાસને ફૂલને શોધી લેજો. કોઈ કહે છે કે આટલા વર્ષોથી ગાઓ છો પણ અમે સુધરવાના નથી! બાપુએ કહ્યું કે ૩૦ ટકા ફરક લાગે છે.યુવાનો ગર્ભસ્થ બાળકો સાંભળે છે, કંઈક પરિણામ જરૂર છે.અને હું બંધ કેમ થાવ? કોઈ મને વગાડી રહ્યું છે! આજે બાળકની જેમ પ્રયત્ન કરી રહ્યો છું કદાચ બોલી પણ ન શકું, આ મારી વહેતી ગંગા છે.
મારા રાષ્ટ્ર મારી વસુધાને મારે એટલું જ કહેવું છે ત્રણ વસ્તુ શૌર્ય,સૌંદર્ય અને ઔદાર્ય રાખજો.
બધા જ્યોતિર્લિંગમાંથી પ્રકાશ મેળવી અને શોર્ય સૌંદર્ય અને સદભાવ મેળવીએ.આપણી આંખમાં પ્યાર આવે તો બધું સુંદર દેખાય છે. સત્ય બોલવાનો સમય આવે ત્યારે શૌર્યની જરૂર પડે છે અને કરુણાથી ઉદારતા આવે છે.પતંજલિ અષ્ટાંગ યોગથી સમાધિથી સિદ્ધ કરે.કબીર સહજ સમાધિ કહે છે.ભગવાન શિવ પોતાના સ્વરૂપનું અનુસંધાન કરીને સહજ સમાધિમાં જાય છે.
અહીં પણ એક ચંદ્ર સૌંદર્ય સમાધિ લગાવે છે એની કથા આપણી વાણીનો અભિષેક છે.
વેદકાળ સાથે જોડાયેલી છે અત્રિ અને અનુસૂયાની કથા છે.જેનામાં રજોગુણ,તમોગુણ અને સત્વગુણનો અભાવ છે એ અત્રિ.કામ,ક્રોધ અને લોભ ત્રણેય નીકળી ગયા છે એ અત્રિ.જેનામાં કોઈ અસુયા નથી એ અનસુયા.વેદકાલીન વસ્તુ સ્થાપિત કરવા માટે તપ કરે છે.અત્રિની આંખમાંથી ચંદ્રનો જન્મ થાય છે ચંદ્ર સૌંદર્ય સમાધિ લગાવીને બેસે છે એ વખતે દક્ષની સસૌદર્યવાન પુત્રી-રોહિણી નીકળે છે અને ત્યાં નજર જાય છે.પરણવા માટે કહે છે. વિવાહ થાય છે પણ એક શરત ૨૭ બહેનો સાથે જ વિવાહ કરી શકાય.શરત મંજૂર કરે છે ત્યારે દક્ષ કહે છે કે બધાને સમાન ભાવથી જ મહત્વ આપજો,સરખો પ્રેમ કરજે.પરંતુ ફરિયાદો થાય છે ૨૬ કન્યાઓ સરખી સહકાર નથી દેતી અને દક્ષ શ્રાપ આપે છે કે તને ક્ષય થાઓ!નિગ્રહ અને અનુગ્રહની શક્તિ માત્ર શંકર સિવાય કોઈનામાં નથી.નિવારણ માટે અનુષ્ઠાન કરે છે.શિવનો પ્રભાવ એ પ્રભાસક્ષેત્ર અને એનો સ્વભાવ એ સોમક્ષેત્ર છે.શિવ પ્રસન્ન થાય છે અને કહે છે કે પંદર દિવસ કળા વધશે,પંદર દિવસ ઘટશે એ પછી બાપુએ વ્યાસપીઠ ઉપરથી ઉતરીને સોમેશ્વરની ભૂમિ ઉપર બધાની સાથે મહારાસ રચ્યો. કથા વિરામ વખતે કહ્યું કે આ વિરામ નહિ,થોડો ગેપ છે.બધા આનંદ,પ્રસન્ન કોઈ ત્રુટી નહીં,સમગ્ર કથાનું સુફળ ભારતને જોડનાર મંદિરો મઠોને સમર્પિત કરી અને કહ્યું કે સત્તર દિવસની યાત્રામાં વ્યાસપીઠનું સત્ રહી ગયું છે.
હવે આ કથાયાત્રાનો બાપુની જન્મભૂમિ,ત્રિભુવન તીરથભૂમિ તલગાજરડા ખાતે વિરામ થશે.
હવે પછીની નવદિવસીય રામકથા જીસસ કોલેજ કેમ્બ્રિજ યુનિવર્સીટિ(યુ.કે.)ખાતે ૧૨થી૨૦ ઓગસ્ટ દરમિયાન યોજાશે.જેનું જીવંત પ્રસારણ લાઇવ ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ પર શનિવાર-પ્રથમ દિવસે ૪:૩૦ કલાકનાં સમય તફાવત મુજબ ભારતમાં સાંજે ૮:૩૦થી૧૧:૩૦ બાકીનાં દિવસોમાં બપોરે ૨:૩૦થી તથા આસ્થા ટીવી પર ડી-લાઇવ તા-૧૩ ઓગસ્ટથી ૨૧ ઓગસ્ટ રોજ સવારે ૯:૩૦થી ૧:૦૦ વાગ્યા સુધી નિહાળી શકાશે.
6 thoughts on “એક મહાકથાયાત્રાનો પડાવ,વિરામ નહિ. મારા રાષ્ટ્ર મારી વસુધાને મારે એટલું જ કહેવું છે ત્રણ વસ્તુ:શૌર્ય,સૌંદર્ય અને ઔદાર્ય રાખજો:મોરારિબાપુ.”