સરદાર પટેલ રાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપ-2023માં સ્પર્ધકોનો ઉજ્જવળ દેખાવ.

ગુજરાતમાં ફાલ્ગુન શાહ દ્વારા સંચાલિત એડવાન્સ ટે ફૂડો માર્શલ આર્ટ દ્વારા 5મી અને છઠ્ઠી ઓગસ્ટ, 2023ના રોજ સરદાર પટેલ કરાટે કપ – 2023 (રાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપ)નું આયોજન ઓગણજ – ગોતાના રાજપૂત સમાજ ભવનમાં કરવામાં આવ્યું હતું.
આ ચેમ્પિયન શિપમાં આઈપીએસ નીરજ બડગુજર (અમદાવાદ સિટી એસપી- સેક્ટર 1), ડેપ્યુટી એસપી પી. જી. ધારૈયા અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સીએફઆઈસી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ નીતિનકુમારે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને વિજેતાઓને ઈનામ એનાયત કર્યાં હતાં.
આ સ્પર્ધામાં ગુજરાત – હરિયાણા સહિતના આશરે 300 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં 70 ગોલ્ડ મેડલ, 70 સિલ્વર મેડલ અને 130 બ્રોન્ઝ મેડલ વિવિધ સ્પર્ધકોએ જીત્યા હતા.
આ કરાટે ટુર્નામેન્ટમાં હરિયાણા હિસ્સારની ટીમે સુંદર દેખાવ કર્યો હતો.
આ કરાટે ટુર્નામેન્ટમાં 15 સ્પર્ધકો બેસ્ટ ફાઈટર તરીકે ઘોષિત કરાયા હતા. બેસ્ટ ફાઈટર્સનું સરદાર પટેલ કપ, શાલ અને રૂ. 5000થી લઈને રૂ. 1000 સુધીના રોકડ ઈનામોથી સન્માન કરાયું હતું.
બેસ્ટ ફાઈટરનાં નામ
1. આરોહી મિસ્ત્રી (8 વર્ષથી ઓછી વય, ગુજરાત)
2. આરોહી (આઠ વર્ષથી ઓછી વય, હરિયાણા)
3. આરવ ગુપ્તા (ઉં 8, હરિયાણા)
4. આરવ (ઉં 10, હરિયાણા)
5. આલ્યા (ઉં. 10, હરિયાણા)

6. વિવેક પટેલ (ઉં. 11, ગુજરાત)
7. જિશા પટેલ (ઉં 11, ગુજરાત)
8. યશ એસએસએ (ઉં. 12, હરિયાણા)
9. હીરવા મિસ્ત્રી (ઉં 12, ગુજરાત)
10. ત્વિષા પટેલ (ઉં 13, ગુજરાત)
11. મોહિત શર્મા (ઉં. 13, હરિયાણા)
12. વિશ્રુતિ ત્રિવેદી (જુનિયર, ગુજરાત)
13. દીપમ દવે (ઉં. 16 વર્ષથી ઓછી વય, ગુજરાત)
14. તનુ (સિનિયર, હરિયાણા)
15. મન એફ શાહ (ઉં 23, ગુજરાત)

ડીવાયએસપી પી. જી. ધારૈયા (ચેતક કમાન્ડો ફોર્સ ગાંધીનગર), આઈપીએસ નીરજ બડગુજર અને આઈપીએસ બળદેવ વાધેલા (ડીસીપી ટ્રાફિક સિટી અમદાવાદ) ટુર્નામેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *