માંગરોલ ગામે વીજળીના થાંભલાનો કરંટ લાગતા ત્રણ ભેંસોના કરુણ મોત
વીજ કંપનીની નિષ્કાળજીના પાપે નિર્દોષ પશુઓ મોતને ભેટ્યા
વીજ કંપનીવાળા સામે ગ્રામજનોમાં રોષ
રાજપીપળા, તા 1
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામે આવેલ કોલેજ પાસે
વીજળીના થાંભલામાં કરંટ ઉતરતાઆ થાંભલા પાસેથી પસાર થતી ત્રણ ભેંસો ખાંભલાને અડી જતાં વીજ કરંટ લાગતા ત્રણે ભેસોનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
જેમાં બે ભેંસો અને એક પાડા નો બચ્ચાનો સમાવેશ થાય છે.
આ ભેંસો હસમુખભાઈ પટેલની હતી. અને સોમવારે બપોરે 12:30 વાગે આ ઘટનાબની હતી . જોકે ચોમાસામાં વરસાદને કારણે થાંભલાઓમાં વીજ કરંટ ઉતરવાથી કરંટ લાગ્યો હતો.વીજ કંપનીની નિષ્કાળજી ને કારણે આ નિર્દોષ પશુઓ મોતને ભેટ્યા હતાં. જો કોઈ માણસઆ વીજ થાંભલાને અડકત તો મોટી જાનહાની થઈ શકત.વીજકમ્પની વાળા સત્તા ધીશો તાત્કાલિક વીજ કરંટ બંધ કરાવે તેવી પણ લોકોએ માંગ કરી છે.. અને જીઇબીની નિષ્કાળથી સામે પગલાં લેવાની પણ માંગ કરી છે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા