રામનાં સોળ શીલ ક્યા-ક્યા છે?
દક્ષિણનાં વિશ્વવિખ્યાત બાલાજી તિરૂપતિ મંદિરનો દર્શનલાભ લઇ યાત્રાએ મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો છે.આજે છઠ્ઠા પડાવ પર અહીં પણ માનવામાં આવે છે એ નાગનાથ નાગેશ્વર જ્યોતિર્લિંગ ઔધાં પરિસરમાં કથા આરંભ કરતા બાપુએ જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકાર,જન-જન,પુરોહિત ગણોને મારી વિનંતી છે કે આ પવિત્ર સ્થાનને એવું રૂપ આપવામાં આવે કે બધા જ દર્શન કરી શકે.હું ભક્તિ લઈને ગયો પણ મુશ્કેલીથી મુક્તિ મળી હોય એવું લાગ્યું! શિવ વ્યાપક છે.અહીં પણ નવદિવસીય કથાનો મનોરથ છે આ સ્થાન કષ્ટદાયક દેખાય છે.શિવ કષ્ટભંજક છે વર્ષો પહેલા ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ ત્યારે અનેક લોકો અને પશુઓના મૃત્યુ થયેલા.એ વખતે ભારતીબાપુ,અમરદાસબાપુ,લાલબાપુ સાથે મળી અને અમે તિરુપતિ ગયા અને નક્કી કર્યું કે આ બધા જ માટે શ્રાદ્ધ તર્પણના રૂપમાં તિરુપતિ ભગવાનના ચરણોમાં મુંડન કરાવીએ.આજે પણ એવા જ આશયથી મુંડન વિધિ કરાવી અને પ્રભુદાસબાપુનું રૂપ હોય એવું મને મહેસુસ થાય છે.આદમી ભદ્ર રૂપમાં હોવો જોઈએ.પંચ કેશ રાખે એ અલગ વાત છે.આજે મારે કંઈ માગવું નથી.બસ ત્રિભુવનનું કષ્ટ ઓછું થાય એ જ ભાવ છે.શિવ વ્યાપક છે.આ સ્થાન પણ એની સાથે જોડાયેલું છે.ઘણા સ્થાન વિશેષ હોય છે. ઘણી કથા જોડાયેલી છે.મહારાષ્ટ્રમાં જેમનો જન્મ થયો અને પછી સૌરાષ્ટ્ર ગુજરાત થઈ અને સમગ્ર વિશ્વમાં જેનો વ્યાપ હતો એ પૂજ્ય પાંડુરંગદાદા એક કથા કહે છે કે આ સ્થાનમાં દારૂકી નામની રાક્ષસી રહેતી હતી.રાક્ષસી હોવા છતાં ખૂબ જ કામ કરતી હતી.લોકો પ્રમાદી આળસુ થઈ ગયા. એના પતિનું નામ દારૂક હતું.દાદા કહે છે કે સ્થાન તેમજ સમય નક્કી નથી પણ વિચાર મહત્વનો છે. રાક્ષસીએ ખૂબ કામ કરવું હતું.મા પાર્વતીની સાધના કરી.પાર્વતીએ પ્રસન્ન થઈ અને વરદાન આપ્યું જે રીતે હનુમાનને બળની સાથે શીલવાન પણ બનાવ્યા અને તેની ભૂખ તરસ અજર અમર દીર્ઘાયુ ગુણનિધિ બનાવ્યા.પણ દારૂકી વરદાન મેળવીને સ્વચ્છંદ બની.પ્રભુતા મળે ત્યારે અહંકાર ન આવે તો જ નવાઇ!બ્રાહ્મણોની નિંદા કરવા માંડી.એ વખતે એક ઋષિ આવ્યા અને સત્વશીલ લોકોને ભેગા કર્યા.સત્વ સંગઠનની સામે દારૂકીને લાગ્યું કે હું જીતી નહીં શકું અને એ સમુદ્રમાં ચાલી ગઈ,મતલબ કે સમુદ્ર તટ ઉપર આવી.
કથા ત્રણ કામ કરે છે. પરમની કથા ગાનાર અને શ્રવણ કરનારમાં રાગ ઉત્પન્ન કરે છે,રાગનું અતિક્રમણ થઈ અનુરાગમાં લઈ જાય છે અને કથામૈયા અનુરાગથી વૈરાગ્ય-વિરાગ સુધી પહોંચાડે છે.ત્યાગ કરતા શીખવે છે. આપણા અનુરાગની કલી વૈરાગ્યમાં પરિવર્તિત થાય છે. દારૂકામા રાગ હતો પણ અનુરાગ અને વિરાગ સુધી ન પહોંચી.અનુરાગ શીખવે છે કે જે પણ મળ્યું છે એનો ત્યાગ કરીએ બાપુએ નાગના અનેક અર્થ સમજાવી અને કહ્યું કે શેષનાગ,વાસુકીનાગ અને તક્ષકનાગ પણ એક મહત્વના નાગ છે.
રામના ૧૬ શીલ:ધર્મશીલ-ધાર્મિક અને ધર્મશીલ બંને અલગ વસ્તુ છે.જે પોતાના દુશ્મનનું પણ ખરાબ ન વિચારે એ ધર્મશીલ છે.કરુણાશીલ,સત્યશીલ, કર્મશીલ,મૌનશીલ,પ્રેમશીલ,સ્વીકારશીલ,વિચારશીલ સુખશીલ,બલશીલ,સ્મરણશીલ,વિશ્વમરણશીલ, સેવાશીલ,વચનશીલ,વિનયશીલ અને ધૈર્યશીલ.
રામજન્મ અને રામ પ્રાગટ્યની સુંદર કથાનું ગાન ભીમાશંકરમાં અનુકૂળચા મુજબ કરાશે.
આવતિકાલે મહારાષ્ટ્રનાં જ અન્ય જ્યોતિર્લિંગ ભીમાશંકર પર કથાગાન થશે.
કથાવિશેષ:
શિવ ત્રિપુરારિ કહેવાયા એ સ્થાન ભીમાશંકરનો આ છે મહિમા:
ભીમાશંકર ભારતના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે, જે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સહ્યાદ્રી પર્વતોની હરિયાળી વચ્ચે આવેલું છે.
હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર,ભીમાશંકર એ સ્થાન માનવામાં આવે છે જ્યાં ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસને હરાવ્યા હતા.એવું કહેવાય છે કે આ મંદિર મૂળ રીતે ૧૩મી સદીમાં મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના શાસન દરમિયાન બાંધવામાં આવ્યું હતું.સદીઓથી,મંદિરનો જીર્ણોદ્ધાર અને વિસ્તરણ કરવામાં આવ્યું છે,જે પરંપરાગત અને સમકાલીન સ્થાપત્ય શૈલીના મિશ્રણને પ્રતિબિંબિત કરે છે.
મંદિરના સ્થાપત્યમાં જટિલ કોતરણી અને શિલ્પો છે, જે તેને મુલાકાતીઓ માટે એક પ્રભાવશાળી દૃશ્ય બનાવે છે. ભીમાશંકરની પ્રાકૃતિક આસપાસની જગ્યાઓ ટ્રેકિંગ અને પ્રકૃતિ ઉત્સાહીઓ માટે પણ તકો પ્રદાન કરે છે, કારણ કે આ વિસ્તાર તેની વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે જાણીતો છે.
9 thoughts on “મહારાષ્ટ્ર સરકારને વિનય કે નાગેશ્વરની યાત્રા કષ્ટમુક્ત બનાવે.”