EVMના લીધે 2 લાખ વૃક્ષો બચી ગયા
વિપક્ષ વારંવાર ઈવીએમ પર સવાલ ઉઠાવે છે. જો કે સરકારનું કહેવું છે કે EVMએ માત્ર લોકસભા ચૂંટણીમાં સચોટ પરિણામ નથી આપ્યું પરંતુ પર્યાવરણનું પણ રક્ષણ કર્યું છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, જો બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ હોત તો ઓછામાં ઓછા 2 લાખ વૃક્ષો કાપવા પડ્યા હોત. EVM વિપક્ષના જુઠ્ઠાણાનો પર્દાફાશ તો કરે છે સાથે વૃક્ષોના જતન માટે પણ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.