પાટણની કે. કે. સરકારી વિધાલય ખાતે શાળાના ભૂ.પૂ.વિદ્યાર્થિની અને અમેરિકા સ્થિત ડૉ.મીનાબેન પારેખ ઓઝાએ અમેરિકા થી જરૂરિયાત મંદ વિદ્યાર્થીનીઓનું નોટબુકો નું વિતરણ કરવામાં આવ્યું

 

પાટણની કે. કે. સરકારી વિધાલય ખાતે ગત વર્ષે ” નિરવ ઉદ્યાન – ઝૂલાનું માતબર દાન આપનાર સદર શાળાના ભૂ.પૂ.વિદ્યાર્થિની અને અમેરિકા સ્થિત ડૉ.મીનાબેન પારેખ ઓઝાએ અમેરિકા થી જરૂરિયાત મંદ વિદ્યાર્થીનીઓ જીજ્ઞાસા પૂર્વક અભ્યાસ કરી ઉત્તમ કારકિર્દી બનાવે તેવી ઉમદા ભાવના સાથે નોટબુકો નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ નોટબુક વિતરણ કાર્યક્રમ ને દાતા પરિવારે અમેરિકાથી ઓનલાઇન શુભેચ્છાઓ પાઠવતા તેના પ્રત્યત્તરમાં વિદ્યાર્થિનીઓએ પણ પોતાના જ્ઞાન યજ્ઞમાં દાનરૂપી આહુતિ આપવા બદલ દાતા ડો.મીનાબેનનો હૃદય પૂર્વક આભાર પ્રગટ કર્યો હતો.

આ પ્રસંગે શાળાના પ્રધાનાચાર્ય ડૉ.દિનેશભાઈ પ્રજાપતિએ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને અભ્યાસ યજ્ઞમાં સહભાગી થવા બદલ દાતાનો અત્તકરણ પૂર્વક આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ શાળામાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થિનીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *