• કાનને પ્રયાગ બનાવવા સત્યને સચિવ,અટલવિશ્વાસને છત્ર બનાવો.
• સમગ્ર વિશ્વને જગન્નાથની અષાઢી બીજની યાત્રાની ખુશી વ્યક્ત થઇ.
ચોથા દિવસની કથા પ્રારંભે ગઢવાલ વિશ્વ વિદ્યાલયના પ્રમુખ અને વિવિધ સદસ્યો સાથે ડો. રાકેશજી ઉપસ્થિત રહ્યા.જેણે નંદાદેવી યાત્રા કરી છે.નંદાદેવી અહીંની અધિષ્ઠાત્રી દેવી છે.કહેવાય છે કે સાતમી સદીથી જ આ યાત્રા ચાલી રહી છે,કદાચ એનાથી પણ પહેલાથી.લાખો લોકો તેમાં જોડાય છે. નંદા શિવનાં પત્ની છે.અલગ-અલગ યુગમાં શિવના વિવાહ થયા.એમાં એક દ્વાપર યુગમાં નંદા સાથે વિવાહ થયા કારણ કે શિવ સદા સર્વદા છે. અહીં નજીક જ આદિબદરી કે જ્યાં વિષ્ણુનું સ્થાન છે. અને ખૂબ જ લાંબી અને કઠિન યાત્રા સાથે-સાથે બાપુએ જણાવ્યું કે આજે અષાઢી બીજ;જગત આખાનો નાથ-જગન્નાથની યાત્રા સુભદ્રા કૃષ્ણ સાથે ની યાત્રામાં ત્રણ જ હોય છે એ જ જગન્નાથ છે અને અમદાવાદન જગન્નાથ મંદિરના મહંત તિલક મહારાજ સાથે પણ બાપુએ વાત કરી અને સમગ્ર વિશ્વને જગન્નાથની અષાઢી બીજની યાત્રાની ખુશી વ્યક્ત કરી.સાથે સાથે યુગાન્ડામાં જે ઘટના બની,૪૦ થી વધારે બાળકોનો જીવ ગયો તેમજ બિહાર મણીપુર વગેરેમાં પણ અલગ-અલગ દુર્ઘટનાઓ થઈ બાપુએ કહ્યું કે વ્યાસપીઠના સ્વભાવ પ્રમાણે તુલસીપત્ર રૂપે કંઇને કંઈ અર્પણ થતું રહે છે અને એમાં કથા નિમિત માત્ર યજમાન પણ સેવા કરી રહ્યા છે.વિશ્વવાટિકાનાં ફૂલોને દિલથી કહેવા માગું છું કે કોઈપણની ઈજ્જત માટે આગળ આવો,ગળે મળો, પ્રેમ કરો,પરસ્પર પ્રીત કરો.ગુરુકૃપાના બળથી સાહસ કરીને બોલું છું કે ભગવાનની કથા અશુભ પ્રારબ્ધ મટાડી અને શુભલેખ લખી આપે છે.જેની પાસે શ્રવણ વિદ્યા અને શ્રવણ વિજ્ઞાન આવી ગયું એના માટે ચાર કલાક કે નવ દિવસ પછી પણ વક્તા જતો નથી,એને ઘેરી રહે છે.આ માટે ધૈર્ય અને પ્રતીક્ષા હોવી જોઈએ.ધૈર્યમાં આંખ બંધ કરવી પડે પ્રતીક્ષામાં આંખ ખોલવી પડે છે ઉપલ દેહ ધરી ધીર-અહલ્યા અને શબરી અપલક આંખે બેસી રહી છે.સમય ઉપર સમજ કામમાં આવે એ જ સમજ છે. સરળ ચહેરો,સરળ સ્વભાવ,લેશમાત્ર પણ અહંકાર ન હોય આવા અલગ અલગ અવતારમાં એક ઈસુ પણ હતા.ક્યારેય કોઈનો વિશ્વાસ ભંગનથી કર્યો.જ્યારે અવતાર પુરુષોને પૂછવામાં આવે છે કે આપ વારંવાર કેમ આવો છો? તો જવાબ હોય છે જ્યાં સત્ય હોય એની બાજુમાં ઊભવા માટે, સત્યના સમર્થનમાં, પ્રેમની પાસે અને કરુણાની પાસે ઉભવા માટે વારંવાર અવતાર અને બુદ્ધપુરુષ આવતા હોય છે. ભગવાન રામ લક્ષ્મણ અને જાનકી પ્રયાગ પહોંચે છે. આપણા કર્ણને પ્રયાગ સમજવાના છે અને એ માટે માત્ર પાંચ સૂત્ર લઈને સાધુ પાસે બેસી જવાથી શ્રવણ વિદ્યા અને શ્રવણ વિજ્ઞાન આવે છે.કાનને પ્રયાગ બનાવવું હોય તો પ્રયાગ રાજા છે.રાજા સાથે છ વસ્તુઓ જોડાયેલી હોય છે:સેનાપતિ,છત્ર,સેના,સચિવ,મિત્ર,સિંહાસન વગેરે.પ્રયાગરાજનો સચિવ છે-સત્ય.આપણા કાનને પ્રયાગ બનાવવું હોય તો એક સચિવ રાખવો પડશે એ છે સત્ય.આપણે ફેસલો કરીએ કે સાચું જ સાંભળશું,જૂઠ ક્યારેય નહીં.ખોટી વાતને પ્રભાવશાળી બનાવી અને કહેવાની વારંવાર કોશિશ થાય તો પણ નહીં.સાધુની પાસે પર્ણ અને કર્ણ હોય છે સાધુનો કોઈ વર્ણ હોતો નથી. સાચો ભાવ અને ગુણાતિત શ્રદ્ધા એ છાયા છે.રાજા ની સાથે-સાથે ચાલે છે.રાજાને સારો સાથીદાર હોવો જોઈએ અહીં વેણીમાધવ માધવ મિત્ર એ રાજાનું સંગી છે.રાજાનું પોતાનું સિંહાસન-અહીં સંગમ સિંહાસન છે. સમન્વય સિંહાસન છે. દરેક કથા ત્રિવેણી સંગમ છે સિંહાસનની ઉપર છત્ર હોય છે. અક્ષય વટ એ છત્ર છે.વિશ્વાસનો વડ એ જ અટલ વિશ્વાસ એના છત્ર નીચે રાજા હોય છે.
અમૃતબિંદુઓ:
તમે સાધુ નહીં પણ સાધુના તો છો ને!
ભગવાનની કથા અશુભ પ્રારબ્ધ મટાડી અને શુભલેખ લખી આપે છે.
જો તમે સારી વસ્તુ શ્રવણ કરશો તો ઉંમર પણ રોકાઈ જશે,કાળ પણ રોકાઈ જશે.
ધૈર્ય અહલ્યામાં હતું અને પ્રતીક્ષા શબરીમાં હતી.
સાધુ જિંદગીની પરિભાષા છે ભાષ્ય છે.
સત્યના સમર્થનમાં, પ્રેમની પાસે અને કરુણાની પાસે ઉભવા માટે વારંવાર અવતાર અને બુદ્ધપુરુષ આવતા હોય છે.