વરસાદ બાદ વિધાનસભાના બિલ્ડિંગની સુંદર તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ, તસવીર ઉલટી કરીને જૂઓ તો પણ સિધી લાગે 

 

 

બિપોરજોય વાવાઝોડાની વચ્ચે કુદરતની કલાથી ગુજરાત વિધાનસભાનો માહોલ પણ ગ્રીનમય બન્યો હતો. ત્યારે આ માહોલને ચારચાંદ લગાવતી વિધાનસભા બિલ્ડિંગની સુંદર તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. વિધાનસભાની આ તસવીર ઉંધી કરીને જોતા પ્રતિબિંબ પણ ઓરીજનલ સુંદર તસવીર જેવું લાગી રહ્યું છે. જેથી પ્રથમ દ્રષ્ટીએ કઈ તસવીર સીધી છે ઉલટી છે તે પણ ખ્યાલ નથી આવતો કેમ કે, આ એક ફોટોની ટેકનિકની કલા પણ છે જે વરસાદી માહોલમાં જોવા મળી હતી.

 

સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક તરફ બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે વાવાઝોડાના કારણે પાટનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે વિધાનસભા પરીસરમાંથી વિધાનસભા બિલ્ડીંગની લેવામાં આવેલી આ તસવીર પણ ચર્ચાનો વિષય બની છે. ગાંધીનગરમાં બફારા પછી કાળા ડીબાંગ વાદળો છવાયા બાદ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. પરીસરના ઓફિસથી ઘરે જતા વિધાનસભાના સેક્શન ઓફિસર નિસર્ગ મોડિયાને બિલ્ડિંગનું આકર્ષક પ્રતિબિંબ અચાનક આમ પાણીમાં દેખાતા તેમણે એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના આ તસવીર તેમના મોબાઈલમાં ક્લિક કરી હતી અને આ પળને યાદગાર બીજા લોકો માટે પણ બનાવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *