કોઈ અસાધ્ય રોગની સારવાર કરતી વેળાએ દવાની સાથે સાથે એના અજાગ્રત મનમાં હકારાત્મક પાવરનું પ્રત્યારોપણ કરીને એને સાજા થવામાં મદદરૂપ થવું ,
એ માટે હીલિંગની જે થેરપી ચર્ચિત છે એને
” કોમ્પ્લિમેન્ટરી મેડિસિન થેરપી ”
કહેવાય છે .દવા વગર રોગને પોતાનાં મનની અદભુત શક્તિ વડે મટાડવાની આવડત અથવા કલાને હીલિંગ કહેવાય છે .
આપણી નાની-મોટી , સારી- નરસી તમામ સંવેદનાઓની અસર આપણા શરીરના દરેક કોષ અને દરેક અંગ પર સતત થતી હોય છે .એની અસર ઊંડી અને વેધક હોય છે ….માણસ એનાથી સાવ અજાણ હોય છે .મનના આવેગો આ અસરથી પ્રભાવિત થતાં હોય છે .
“માર્સ -વિનસ કોચ “તરીકે ખુબ પ્રસિદ્ધિ પામેલાં “ડો .નીરુ કુમારએ” રેકી અને હિપ્નોટીઝ્મ દ્વારા કરવામાં આવતી હીલિંગ થેરપીના ક્ષેત્રમાં નોંધપાત્ર સંશોધન કરેલું છે .એલોપથીના ડોક્ટર હોવા છતાં અજાગૃત મન સાથે જોડાયેલી આ થેરપીથી તેઓએ ઘણાં દર્દીઓને સાજા કરેલા છે .પોતાનાં હીલિંગ સેશન દ્વારા એ દર્દીઓ સાથે કાઉન્સિલિંગ કરે છે અને એના મનમાં જન્મેલા નકારાત્મક ભાવોનું બાષ્પીભવન કરે છે .”પદ્મશ્રી “જેવું શ્રેષ્ઠ સન્માન મેળવનાર ડો .નીરુ કુમાર કહે છે ….એલોપથી એ પૂર્ણ સારવાર નથી ….એની કેટલીક મર્યાદાઓ છે .દર્દીની જીવન પદ્ધતિ અને ખોરાક ,આદત અને આનુવંશિક ફેક્ટર તે સિવાય બીજી કેટલીયે બાબતો જાણીને દવા આપવાની જહેમત કેટલાં ડોકટર લે છે …??
એ મોટા યક્ષ પ્રશ્ન છે .
દર્દીની કૌટુંબિક પરિસ્થિતિ ,એનું બેકગ્રાઉન્ડ અને જીવનની સમસ્યા તરફનું હકારાત્મક વલણ તેમજ પોતાનું મજબૂત આત્મબળ આ તમામ એને એના રોગ માંથી મુક્ત કરવામાં સહાયરૂપ બને છે .હોસ્પિટલો બદલી ને કે ડોક્ટર્સ બદલીને જયારે દર્દી પોતે સાજો નથી થતો ત્યારે ….
તે શરીર અને મગજના કનેક્શનને તપાસવા માંડે છે .શારીરિક સમસ્યાઓ એટલે કે રોગોના નિદાન માં દર્દીની માનસિકતાને ક્યારેય નજરઅંદાજ ન કરવી જોઈએ .
દર્દીના મનની ભીતર એના અજાગૃત મનનો અભ્યાસ કરી એના રોગના મૂળ સુધી પહોંચી શકાય .એ બીમારી ક્યાંથી અને કેવી રીતે શરૂ થઇ એ જાણવા સંવેદનાના એક -એક તાર તપાસવા પડે .નદી જેવાં ધસમસતાં મનોવેગને યોગ્ય દિશા આપવાનું ચુકી જઇયે મનની પ્રચંડ શક્તિનો દુરુપયોગ થયો ગણાય .મનના આવેગો પરથી નિયંત્રણ જતું રહે તો દર્દીનું વાણી ,વર્તન અને વિવેકના અણધાર્યો બદલાવ આવી શકે છે .
આ સમયે ઑલ્ટરનેટિવ સારવાર કે કોપ્લિમેન્ટ્રી સારવાર તરીકે વાપરી શકાય તેવી થેરપીઓ આપણી પાસે છે .
હિપ્નોટીઝ્મ અને રેકી જેવી એનર્જી હીલિંગ થેરપી દ્વારા આ શક્ય બને છે .
આ થેરપી હોલીસ્ટિક હેલ્થ માટેની કોમ્પ્લિમેન્ટરી મેડિસિન ગણી શકાય .
રોટી , કપડાં અને મકાન પછી જો કોઈ સૌથી મોટી સમસ્યા હોય તો તે છે …..માનવીય સબંધોમાં આવતાં ઉતાર – ચઢાવ .માણસને સૌથી વધુ સ્ટ્રેસ એના રિલેશનશિપ માંથી મળતો હોય છે .સંબંધોમાં ખટાશ આવે એટલે ,
બ્લડપ્રેસર ડાયાબિટીસ અને એસીડીટી જેવી બીમારીઓ દેખા દેવા લાગે .આ એક ડોકટરી સંશોધન દ્વારા જાણવા મળેલું છે કે આવી બીજી કેટલીયે બીમારીઓની સારવાર દરમ્યાન આપણું અજાગૃત મનનો બહુ મોટો ફાળો છે .દર્દી કેટલીક વાર પોતે કબૂલે છે કે ,મારાથી આવું થઇ જાય છે ….. એ સાબિત કરે છે કે ,આપણી પાસે એવું કોઈ સાધન નથી જેનાથી આપણે મનની ગતિવિધિઓને સંયમિત કરી શકીયે .
હિપ્નોટીઝ્મ અને રેકી દ્વારા અજાગૃત મનનો અભ્યાસ શક્ય બની શકે ખરો .
આપણાં શરીરમાં એક એવો પાવર કે તાકાત હોય છે જેનાથી શરીર પોતેજ સેલ્ફ હીલિંગ કરે છે .શરીર પોતે જાતે સજા થવાં મથે છે , પણ આ ત્યારેજ શક્ય બને જયારે વ્યક્તિ એવો ઈરાદો કરે .ક્યારેક દર્દી નકારાત્મક વિચારોમાં ધેરાઇ જાય છે અને સજા થવાની એની ઈચ્છા શુન્ય થતી જોવા મળે છે .આવા સમયે દર્દીને સાજા કરવા ઇચ્છતા લોકો રેકી હીલિંગ થેરપીનો સહારો લે તો દર્દી ઝડપથી સાજો થાય છે .
પોતે એક સ્ત્રી હોવાના લીધે ડો. નીરુ કુમાર ભારપૂર્વક જણાવે છે કે ….સ્ત્રી અને પુરુષના જીવનના દરેક પડાવ સંઘર્ષપૂર્ણ તો રહેવાના .સમાજની માનસિકતા અને સ્ત્રીને મુલવવાના દ્રષ્ટિકોણમાં બદલાવ તો આવી રહ્યો છે .મેઈલ ડૉમિનન્ટ સમાજમાં વર્ષોથી જીવી રહેલી સ્ત્રી પાસે હવે પોતાનાં વિચારો , વલણો અને નિર્ણયો છે .સ્ત્રી અને પુરુષ એકબીજાના પૂરક છે એ વિચારધારા સાચા અર્થમાં લોકોને સમજાય તો માનવીય સબંધોમાં વધુ જીવંતતા આવે .
સ્ત્રી ને માત્ર એ ઈક્વલ નથી પણ ડિફરન્ટ છે એ સ્વીકાર સમાજ તરફથી મળવાનો બાકી છે .પુરુષ પર ફેમિલીનો બોજ અને જોબ કે બિઝનેસમાં સફળ થવાંનો બોજ દિવસેને દિવસે વધતો રહે છે .જીવનની વિષમતાઓ દૂર કરતાં કરતાં સ્ત્રી અને પુરુષ બન્નેના જીવનના કટુતા આવે છે .આ કટુતાના લીધે અસંતોષ ,અધીરાઈ અને આવેશ પેદા થાય છે .
આવી પરિસ્થતિઓ દરેકના જીવનમાં ઓછા- વતા અંશે આવતી જ હોય છે .
વ્યક્તિને શારીરિક અને માનસિક રોગો જયારે ઘેરી વળે ત્યારે …શારીરિક રોગોની સારવાર માટે એલોપથી છે .માનસિક રોગો માટે આપણે હિપ્નોટીઝ્મ અને રેકી જેવી એનર્જી હીલિંગ કરનાર માસ્ટર પાસે જરૂર જવું જોઈએ .આ એક ખુબ અસરદાર થેરપી છે .બહુ નાની ઉંમરના બાળકો કે યુવા લોકોમાં જોવા મળતી બ્લડપ્રેસર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ …જે પહેલાં માત્ર મોટી ઉંમરના લોકોમાં જોવા મળતી હતી તે હવે નાની ઉંમરના બાળકો અને યુવાનોમાં જોવાં મળે છે .થોડાક સમય પૂર્વે લોકો મોટાભાગે દરેક રોગને મટાડવા એલોપથીના શરણે જતાં હતાં .પરંતુ રેકી હીલિંગ થેરપી દ્વારા દર્દીનાં અજાગૃત મનમાં પ્રવેશીને સાચું કારણ શોધી શકાય છે ,અને રોગનું નિવારણ જડમુળ માંથી કરી શકાય છે .
રેકીએ એક એવી એનર્જી હીલિંગ થેરપી છે …જેમાં એક સકારાત્મકતાથી છલોછલ જાગૃત મન એક નકારાત્મકતાના ઓછાયામાં ઘેરાયેલા
અજાગૃત મનને સાચી દિશા તરફ દોરી જાય છે .આ એનું સર્વશ્રેષ્ઠ અને મહત્વનું પાસું છે .
બીના પટેલ