► કુસ્તી સંઘના વિવાદમાં દિલ્હી પોલીસે કહ્યું; ભાજપ સાંસદ સામે કોઈ પુરાવા નથી ► મહિલા પહેલવાનોના જાતીય શોષણની ફરિયાદનો ફિયાસ્કો: પોકસો હેઠળ પણ ધરપકડ થઈ શકે તેમ નથી: મહિલા પહેલવાન સગીર નહી પુખ્ત ઉમરની છે. – સુરેશ વાઢેર.

નવી દિલ્હી: દિલ્હીમાં ઓલીમ્પીક વિજેતા સહિતના મેડલ વિજેતા મહિલા પહેલવાનોના જાતીય શોષણ તથા છેડછાડના આરોપમાં દિલ્હી પોલીસે કુસ્તીસંઘના પુર્વ અધ્યક્ષ બ્રિજભૂષણને કલીનચીટ આપી છે. એક તરફ પહેલવાનો હવે તેના મેડલ ગંગામાં વહાવવા સહિતના મુદે આગળ વધવા તૈયાર થયા હતા અને આમરણાંત ઉપવાસની પણ તૈયારી હતી

તે વચ્ચે દિલ્હી પોલીસે તપાસ છતા હજું શા માટે બ્રિજભૂષણ શરણસિંહની ધરપકડ થઈ હતી તેના જવાબમાં જણાવ્યું કે બ્રિજભૂષણની ધરપકડ થઈ શકે તેવા કોઈ પુરાવા હજુ મળ્યા જ નથી. તેથી તેઓની ધરપકડ કરવાનો પ્રશ્ર્ન જ નથી. દિલ્હી પોલીસ આ અંગે હવે આગામી 15 દિવસમાં તેનો રિપોર્ટ અદાલતમાં રજુ કરીને બ્રિજભૂષણ સામેની એફઆઈઆર રદ કરવાની માંગ કરશે. ઉપરાંત જે કલમ પોકસો હેઠળ લગાવાઈ છે. તેમાં સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ છે

અને તેથી તેમાં ધરપકડ માટે આગળ વધી શકે તેમ નથી. ઉપરાંત તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરતા નથી કે કોઈ પુરાવા પણ નાબુદ કરતા નથી. બીજી તરફ તેમની સામે જે ફરિયાદ પોકસો હેઠળ થઈ છે તેમાં તે મહિલા પહેલવાન સગીર નહી પુખ્ત હોવાનું પોલીસે શોધી કાઢયું છે. દિલ્હી પોલીસે સ્કુલમાંથી જે જન્મતારીખનું પ્રમાણપત્ર મેળવ્યું હતું તેમાં તે પુખ્ત ઉમરની હોવાનું જાહેર થયું છે જો કે તેના પિતાએ તેમની પુત્રી સગીર હોવાનો દાવો કર્યો છે.
Suresh vadher
9712193266

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *