રાહુલ ગાંધીને નવો પાસપોર્ટ આપવા સંબંધિત અરજી પર આજે બીજા દિવસે કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આ અગાઉ 24 મેના રોજ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. સુનાવણી દરમિયાન ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીને નવો પાસપોર્ટ આપવા માટે NOCની માંગનો વિરોધ કર્યો હતો. તેણે કોર્ટને કહ્યું કે જો રાહુલને વિદેશ જવાની મંજૂરી આપવામાં આવે તો નેશનલ હેરાલ્ડ કેસની તપાસ પ્રભાવિત થઈ શકે છે.
રાહુલ ગાંધીની મુશ્કેલી વધી.
