સાધુ એ છે જેમાં વિવિધતા,વિશિષ્ટતા તથા વિચિત્રતા હોય. અભ્યાસ એટલે સમય મળે હરિનામનું સ્મરણ, ઇષ્ટગ્રંથનું શ્રવણ,ચિંતન,મનન પારાયણ કરવું. દંભ લાલચ અને પાખંડને કારણે આપણી ઉપાસના ખંડિત થાય છે.

 

 

પાંચમા દિવસની કથા પ્રારંભે બાપુએ કહ્યું કે બીજા પ્રદેશોમાં દાળ-ભાત,રોટલી,ફરસાણ એ પહેલા ખાય ને મિષ્ટાન છેલ્લે ખવાય છે.વેદોથી લઈને જે વિચાર આપણે ત્યાં આવે છે-પશ્ચિમ બંગાળ વગેરે,ત્યાં ફરસાણ નમકીન પહેલા ખાય અને મિષ્ટાન છેલ્લે ખાય છે.મધુરેણ સમાપયેત આપણી પરંપરા છે. સમાપન મધુરતામાં કરવું.કારણ કે આગાઝ અચ્છા હો,તો અંજામ અચ્છા હોતા હૈ.આખી જિંદગી જેણે હરિનામ શ્વાસે-શ્વાસે લીધું હોય એને છેલ્લી ઘડીએ હરિનામ યાદ આવે છે. ગીતા જેને અભ્યાસ કહે છે. અભ્યાસ એટલે સમય મળે હરિનામનું સ્મરણ કરવું, સમય મળે ત્યારે ઇષ્ટગ્રંથનું શ્રવણ ચિંતન મનન પારાયણ કરવું.ભગવત કથાનું સ્મરણ અને શ્રવણ કરવું.આપણી ઉપાસના ખંડિત થાય છે કારણ કે દંભ લાલચ અને પાખંડને કારણે.

વિનયપત્રિકામાં તુલસીજીએ પણ આ જ વાત કહી છે.સાધુ કાયમ સગર્ભ હોય છે ક્યારે એણે શું પ્રસવથી નવું ઉતરશે એ નક્કી નહીં.સાધુ એ છે જેમાં વિવિધતા હોય,વિશિષ્ટતા હોય તથા વિચિત્રતા હોય.

સંત એકનાથ પાસે એક યુવાન આવ્યો.કહે તમે આટલી ટીકા,અપમાનો વચ્ચે કાયમ પ્રસન્ન,કાયમ નવા જ રહો છો,આ તમારામાં ક્યાંથી આવે છે?મને પણ એવું કંઇક કરી દો ને!એકનાથ કહે બીજી બધી વાતો મૂક,હું જ્યોતિષ છું ને જોઇ શકું છું કે આજથી સાતમા દિવસે તારું મોત છે.યુવાન ગયો,પણ દિવસ-રાત ક્યાંય ચેન નહિ.સાતમો દિવસ આવ્યો,મોત તો ન આવ્યું પણ એકનાથ ખુદ આવ્યા.કહે તારા પરમહિત માટે હું ખોટું બોલેલો,પણ કહે આ સાત દિવસ કેવા રહ્યા?યુવાન કહે આસપાસ બધું જ વખાણ,ટીકાં બધું ચાલતું હતું પણ મને શેમાય રસ નોતો.એકનાથ કહે જો મરણ આ બધું ભુલાવી દે,તો મારે તો કાયમ સ્મરણ છે એટલે નીતનૂતન રહી શકું છું

ત્રિકમસાહેબનું પદ:

દાસી જાણીને દર્શન દેજો,સદગુરુ મારા નયનની સામે રે’જો

મેં અપરાધી બાવા દાસી તમારી,ગુણ અવગુણ તમે સ્હેજો

કુટુંબ કબીલાની કુડી માયા,પણ નહીં ખાધને ખેધો ખીમને ભાણ રવિ રમતા રામા,અલખપુરુષ દાવ લેજો

ત્રિકમ સાહેબ ખીમના ચરણે,અંતકાળે અળગા ન રે’જો દાસી જાણીને દર્શન દેજો.

 

કવિતા:

ઠોઠ હોય છતાં એ પહોંચે ઠેઠ; કારતકથી જ ગયો સીધો જેઠ.

એમ આકાશ નહીં પડે નીચે,કોઈ ટેકો કરે છે એની હેઠ

સ્વાદ તો આંખને જ આવે,જીભ તો ચાખતી રહે છે એંઠ

-વિનોદ જોશી

બાપુએ કહ્યું કે મધુર શબ્દ વિશે વેદ મંત્ર કહે છે:

મધુમત પાર્થિવ રજ: મધુવાતાત.

રૂતાયતે મધુક્ષરન્તિ સિંધવ: મધુમામ્નો વનસ્પતિ: માધર્વિરગાવો ભવન્તુ ન:

વેદના કહેવા મુજબ મારા માટે આ પૃથ્વીનું એક એક રજકણ મધુર બની રહો,જે વાયુ વાય છે એ મધુર હોય,જેટલી ઋતુઓ એ બધી મધુર બનો,અમારી નદીઓ મધુર જળ વહેતી હોય આસપાસની વનસ્પતિ મધુર હોય અમારે આંગણે ગાયો મધુર હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *