*જીવન અમૂલ્ય છે.આત્મહત્યા કયારેય ના કરવી.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*

*કુમકુમ મંદિર દ્વારા વિદ્યાર્થીઓને શાળાઓમાં સંતો દ્વારા પ્રવચન કરીને આત્મહત્યા ના કરવા માટે સમજાવીને શપથ લેવડાવવામાં આવ્યા.*

*જીવન અમૂલ્ય છે.આત્મહત્યા કયારેય ના કરવી.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*

*પરીક્ષા અને રીક્ષા એક જાય તો બીજી આવશે જીવન ફરી નહિ આવે.- સાધુ પ્રેમવત્સલદાસજી*

સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ – કુમકુમ મંદિર – મણિનગર – અમદાવાદ દ્વારા અમદાવાદ શહેરની વિવિધ શાળાઓમાં જીવનમાં સફળતા કેમ પ્રાપ્ત કરી શકાય તે માટે વિધાર્થીઓને માર્ગદર્શન આપવા જીવન ઉત્કર્ષ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

નારોલ ખાતેની હીરામાણેક ઈંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી પધાર્યા હતા અને વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોને જીવનમાં સફળ કેમ થવાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું અને સભાના અંતમાં સૌને જીવનમાં કોઈપણ પરિસ્થિતિ સર્જાય છતાં આત્મહત્યા ના કરવી તે માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આગામી દિવસોમાં આવી રીતે બીજી શાળાઓમાં પણ સભાનું આયોજન કરવામાં આવશે.

*આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, ભારતમાં દર વર્ષે ૧૩૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે. તે ખૂબ દુઃખની વાત છે.

તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે અથાગ પુરુષપ્રયત્ન કરવો જોઈએ. પરંતુ પછી પણ નિષ્ફળતા સાંપડે તો ધીરજ રાખીને ફરી પ્રયત્નો કરવા જોઈએ. વિદ્યાર્થી જીવનમાં તમારી અપેક્ષા મુજબ પરિણામ ના આવે, તેના કારણે હતાશ થઈને આત્મહત્યા જેવું પગલું ક્યારેય ના લેવું જોઈએ.

યાદ રાખો કે, પરીક્ષા અને રીક્ષા વારંવાર આવશે….. આપણું જીવન અમૂલ્ય છે. જીવન છે તો ફરીથી પ્રયત્નો કરીને પરીક્ષા પાસ કરી શકાશે.

વિશ્વમાં બેસ્ટ ક્રિકેટર તરીકે વિરાટ કોહલીની ગણતરી થાય છે. તેઓ ઘણી વખત શૂન્યમાં આઉટ થયા છે. તો તેમણે ક્રિકેટ રમવાનું છોડી દીધું ? એ તો બીજી મેચ રમવાની જ હોય. તેમ એક પરીક્ષામાં ધાર્યુ પરિણામ ના આવે, તેથી આત્મહત્યાનું પગલું ક્યારેય ના ભરવું જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી ગ્રંથના ૧૪મા શ્લોકમાં આત્મહત્યા કરવાની સ્પષ્ટ ના પાડી છે. જે આત્મહત્યા કરે છે તેને સાત જન્મ સુધી આત્મહત્યા જ કરવાનું આવે છે.

તેથી જીવનમાં હિંમત – ધીરજ રાખવી અને શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને પુરુષાર્થ કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે.