વર્ષના અંતિમ દિવસે 31 ડિસેમ્બરે 60 હજાર પ્રવાસીઓએ ઓનલાઈન બુકીંગ કરાવ્યું.
મોટી સંખ્યા માં પ્રવાસીઓ આવતા તંત્ર દ્વારા બસ સહિતની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો
રાજપીપલા, તા 32
નર્મદા જિલ્લાનું કેવડિયા પ્રવાસન ધામ નવા વર્ષની ઉજવણીમાં સૌથી વધુ આકર્ષણ જમાવી રહ્યું છે. આજે 31 ડિસેમ્બર 2025 ના અંતિમ દિવસે 60 હજાર પ્રવાસીઓએ ઓનલાઈન બુકીંગ કરાવ્યું. મોટી સંખ્યા માં પ્રવાસીઓ આવતા તંત્ર દ્વારા બસ સહિતની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે.
વી. ઓ:
વિદાય લેતા 2025 વર્ષના અંતિમ દિવસે 31ડિસેમ્બરની ઉજવણી માટે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી બેસ્ટ ડેસ્ટી નેશન બની ગયું છે. આજે SOU પ્રવાસીઓ ની પહેલી પસંદ બની ગઈ છે. આજે 31મી ડિસેમ્બર ઉજવવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ના ધાડાઉમટી પડ્યાછે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. પ્રવાસીઓનો ધસારો અને ઓનલાઈન બૂકિંગ ફૂલ થઈ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની એન્ટ્રીની મર્યાદાઓ વધારી દેવામાં આવી છે. પહેલા પાંચ સ્લોટમાં વ્યૂ ગેલેરી 500 હતી. જેમાં રોજની 5500 કરવામાં આવી છે, -ને એટલું જ નહીં ટોટલ 7000 પ્રવસીઓને આજથી પ્રવેશ મળશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે 31 ડિસેમ્બર ના રોજ 60 હજાર કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા છે. 2025નો છેલ્લો મહિનો એટલે 31 ડિસેમ્બરની ઉજવણી પણ પ્રવાસીઓ અહીં જ કરે છે, એટલે SOU સત્તા મંડળ અને હોટલો ટેન્ટ સીટી તમામ લોકો નવા વર્ષની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ કરી પૂર્ણ કરી નાખી છે તમામ હોટલો માં ગાલા ડિનર ક્રુઝ માં ડિનર ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે,સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યારસુધીમાં 2.85 કરોડ જેટલા પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે. અને આજે 31 ડિસેમ્બર માં પણ 60 હજાર થી વધુ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી જેને પગલે સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવાયો
. દેશ વિદેશથી આવનારા પ્રવાસીઓ ખુશ થઈ ને મોઝ કરી ને જાય એવી તમામ વ્યવસ્થા sou સત્તામંડળ દ્વારા કરવામાં આવી છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા