ગુજરાતના રાજ્યપાલ અને વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના પવિત્ર હસ્તે અલ્પેશ બારોટનું સન્માન કરવામાં આવ્યું.
રાજપીપલા:14
ગુજરાતના રાજ્યપાલ અને વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના પવિત્ર હસ્તે અલ્પેશ બારોટનું સન્માન કરવામાં આવ્યુંહતું. માંકડ આંબા સ્થિત લોક સહયોગ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી એવા અલ્પેશ બારોટે ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો હતો.
આ સંસ્થા ન માત્ર એક સંસ્થા, પણ એક આદર્શ અને જીવનશૈલીના પ્રેરણાસ્ત્રોત સમાન, મહાત્મા ગાંધી સ્થાપિત અમદાવાદ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠના ગૌરવશાળી સ્નાતક સંઘના શતાબ્દી મહોત્સવ (1925-2025)માં સહભાગી થયાં હતા
૬ અને ૭ ડિસેમ્બર એમ બે દિવસ ચાલેલા આ ભવ્ય સંમેલનમાં હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને અધ્યાપક મિત્રોના પુનઃમિલનથી વાતાવરણ ખરેખર ઊર્જાથી છલકાઈ રહ્યું હતું.
અલ્પેશ બારોટ નાં જણાવ્યા અનુસાર વિદ્યાપીઠની ભૂમિ પર પગ મૂકતા જ હૃદયમાં ગર્વની અનુભૂતિ થઈ, કારણ કે આ ભૂમિ માત્ર ઇમારતોની નથી, પણ ગાંધીજીના મૂલ્યો અને સ્વાવલંબનના વિચારોની જીવંત પ્રયોગશાળા છે. અહીં એક સાથે અનેક જૂના મિત્રોને મળીને સ્મૃતિઓ તાજી કરવાનો અનેરો આનંદ મળ્યો.
ગુજરાતના રાજ્યપાલ અને વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના પવિત્ર હસ્તે અલ્પેશ બારોટનું સન્માન કરવામાં આવ્યું. આ સન્માન માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ લોકસહયોગ ટ્રસ્ટ, માંકડઆંબા, જી.નર્મદા મારફતે કરવામાં આવતા સમાજકાર્યને મળેલી પ્રેરણા છે. આ સન્માન અમારી એટલે કે લોકસહયોગની જવાબદારીમાં વધારો કરે છે.
તેમણે pote3 ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી હોવાનો, અને ખાસ કરીને સમાજકાર્ય (M.S.W.) વિભાગનો વિદ્યાર્થી હોવાનો ગર્વ અનુભવું છું. એમ જણાવ્યું હતું
તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા