ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ, વડીયા–રાજપીપલાનો
વાર્ષિક સ્પોર્ટ્સ ડે યોજાયો
રાજપીપલા:તાં 8

નર્મદાના રાજપીપલા પાસે આવેલા ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ, વડીયા–રાજપીપલા ખાતે વાર્ષિક સ્પોર્ટ્સ દિવસ ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારની રમતગમતની પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રુચિ વધે અને તેઓ રમત ક્ષેત્રે આગળ વધી શકે તે હેતુથી કરાયેલા આ લોકપ્રિય અને સર્જનલક્ષી પ્રયત્નને વાલીઓ, સ્ટાફ અને મહેમાનો તરફથી ભારે પ્રશંસા મળી હતી.
કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિઓ તરીકે નર્મદા જિલ્લા રમત ગમત અધિકારી દિનેશભાઈ ભીલ,ભૂ.પૂ. આચાર્ય સંઘના પ્રમુખ મહેશભાઈ પરાગભાઈ પટેલ, તાલુકા શિક્ષણાધિકારી પ્રિમલબેન, સિનિયર કોચ રાજેન્દ્ર સર, એસોસિયેટ પ્રોફેસર ડો. તનવીરબેન ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ શેઠ, રવિભાઈ શેઠ અને ચંદ્રેશભાઈ ધંધુકિયા એ પણ હાજરી આપીને આયોજકો તથા રમતવીરોને આત્માવિશ્વાસ અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
રમતગમતના મેદાનમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ ઇવેન્ટ્સમાં ભાગ લીધો અને પોતાના કુશળતાનો પ્રદર્શિત કર્યો. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકમંડળ દ્વારા સફળતાપૂર્વક પૂરું પાડવામાં આવ્યું હતું.

અંતમાં શાળા વ્યવસ્થાપન તરફથી તમામ મહેમાનો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભાવિ સમયમાં આવા કાર્યક્રમો વધુ ઊંચાઈએ યોજવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા