ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા આપણા રાષ્ટ્રગીત વંદેમાતરમ્ ને 150 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લિખીત આ ગીત સ્વતંત્રતા સંગ્રામ સમયે શક્તિશાળી સૂત્ર બન્યું હતુ. સાહિત્યક્ષેત્રના નોબેલ પ્રાઈઝ વિજેતા રવીન્દ્રનાથ ટાગોરે આ ગીતની પ્રશંશા કરી હતી.આઝાદીની ચળવળ દરમ્યાન વંદેમાતરમ્ રાષ્ટ્ર ચેતનાનું ગીત બની ગયુ હતુ. જ્યારે અંગ્રેજો જુલમ કરતા હતા ત્યારે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ આ ગીત સાંભળીને જુસ્સાથી લડત આપતા હતા.ભારતના પનોતા પુત્ર બાલ ગંગાધર તિલક તથા શ્રી અરવિંદ ઘોષે આ ગીતને રાષ્ટ્ર મંત્ર તથા રાષ્ટ્રીય પ્રાર્થનાનો દરજ્જો આપ્યો હતો.મહાત્મા ગાંધીએ પણ વંદેમાતરમ્ ગીતને રાષ્ટ્ર ગીત તરીકે અપનાવ્યું હતુ. આ ગીતના રચયિતા બંકિમચંદ્રએ તેમની નવલકથા આનંદમઠમાં આ ગીત પ્રસ્તુત કર્યું હતુ. તેમનો ઉદ્દેશ આપણા 1857 ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સાધુ સંતોએ આપેલા યોગદાનને દર્શાવવાનો હતો. આ ગીત રાષ્ટ્રપ્રેમ , રાષ્ટ્રચેતના તથા રાષ્ટ્રભક્તી ને ઉજાગર કરે છે. આ કાર્યક્રમના અંતે કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ દ્વારા શપથ લીધા હતા કે “હું મારી માતૃભૂમિ ભારતને હ્રદયપૂર્વક નમન કરી દેશની એકતા , અખંડતા તથા સમૃધ્ધિ માટે પ્રયત્નશીલ રહીશ.” કોલેજના ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો..