એચ.એ.કોલેજ ઓફ કોમર્સમાં ડો.અબ્દુલ કલામની 95મી જન્મજયંતીએ કાર્યક્રમ યોજાયો.

એચ.એ.કોલેજ ઓફ કોમર્સમાં ડો.અબ્દુલ કલામની 95મી જન્મજયંતીએ કાર્યક્રમ યોજાયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડો. એ.પી.જે અબ્દુલ કલામની 95મી જન્મજયંતીએ કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ કલામ સાહેબના જીવન અને કવનથી પરિચિત થાય અને એમની જીવનશૈલી અને કાર્યપ્રણાલિમાંથી પ્રેરણા લઈને વિકસિત ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરી શકાય.આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ ડો.સંજય વકીલે જણાવ્યું હતું કે ડો.કલામનું જીવન આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે. એક ગરીબ કુટુંબમાં જન્મ લીધા પછી ખુબજ મહેનત કરીને ઉચ્ચશિક્ષણ મેળવી દેશના રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા તે પણ એક મોટી સિધ્ધી કહી શકાય. ભારત દેશમાં મીસાઈલ અને ન્યુક્લીયર વેપન્સ ડેવલપ કરવામાં ડો.કલામનો સિંહફાળો હતો. તેઓ સૌથી વધુ લોકપ્રીય રાષ્ટ્રપતી તરીકે નામના મેળવી હતી .ઋષીતુલ્ય જીવન જીવનાર ડો.કલામ વૈજ્ઞાનિક ક્ષેત્રે વિશ્વમાં ડંકો વગાડી ભારતનું નામ રોશન કર્યું હતુ. તેમની કાર્યનિષ્ઠા અને દેશ માટેનું સમર્પણ આપણા માટે હંમેશા પથદર્શક રહ્યા છે. ધર્મ, સમાજ અને રાજકારણથી ઉપર જઈને રાષ્ટ્રવિકાસમાં તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. આ કાર્યક્રમમાં ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.