ઉનાળુ વેકેશન પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ધામ બની રહ્યું
એક મહિનામાં 2.50 લાખ થી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઉમટ્યા
ગત વર્ષ ના વેકેશન કરતા એક લાખ પંચોતેર હજાર વધુ પ્રવાસીઓ ઉમટ્યા
રાજપીપલા, તા 9
આ ઉનાળુ વેકેશન માં પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ધામ બની રહ્યું.છે.પ્રવાસીઓ નો ભારે ઘસારો રહ્યો આ એક મહિનામાં 2.50 લાખ થી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી ચૂક્યા જે ગત વર્ષ ના વેકેશન કરતા એક લાખ પંચોતેર હજાર વધુ છે.
આ વેકેશન માં દુનિયાની સૌથી ઊંચી પ્રતિ ખાતે પ્રવાસીઓનો ઘસારો વધી રહ્યો છે ત્યારે વેકેશન ના અંતિમ શની રવી એ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી રહ્યા છે
સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અમીત અરોરાના જણાવ્યા અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અત્યાર સુધીમાં 2018 થી અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે જે બતાવે છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે અને છેલ્લા મહિના વાત કરીએ તો છેલ્લા મહિનામાં અંદાજે 2.50 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે ત્યારે આ વખતે વિક્રમ જનક પ્રવાસીઓ આવ્યા છે જોકે 41 થી 45 ડીગ્રી તાપમાન માં પણ પ્રવાસીઓ આવતા sou સત્તા મંડળ દ્વારા sou ની તમામ જગ્યા એ કેનોપી થી માંડી પીવાના પાણી ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આજે જે પ્રવાસીઓ ઉનાળા વેકેશન માં વિદેશ ફરવા જતા એ પ્રવાસીઓ હવે ગુજરાત ના એકતાનગર ખાતે આવી રહ્યા છે અને જે પ્રવાસીઓ અહીં એક વાર આવે જેવો વારંવાર આવવાનું મન થાય છે
તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા