ક્રિકેટર જાડેજાએ માતાના મઢમાં દર્શન કર્યા
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે મા આશાપુરાના દર્શને પહોંચ્યા હતા. વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ મંદિરે પહોંચ્યા હતા. ઉલ્લેખનિય છે કે જાડેજા દર વર્ષે તેમના કુળદેવી આઈ આશાપુરા માતાજીના દર્શને આવે છે. માતાજી પ્રત્યેની શ્રદ્ધાના કારણે તેઓ દોઢ દાયકા પહેલા જામનગરથી માતાના મઢ સુધી પદયાત્રા પણ કરી હતી.