નર્મદા અને ભરૂચના દબંગ નેતાઓ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા ફરી આમને સામને આવ્યા

નર્મદા અને ભરૂચના દબંગ નેતાઓ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા ફરી આમને સામને આવ્યા

નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં ધારાસભ્ય ચૈતર વસાવાનો રણટંકાર, ભાજપા પર આકરા પ્રહારો

આમ આદમીપાર્ટીના ધારાસભ્યએ ભાજપના નેતાઓને લલકાર્યા અને આપી ખુલ્લી ચેલેન્જઆદિવાસીઓ પર થતો અત્યાચાર હવે સહન કરીશું નહીં

 

આદિવાસીઓની પ્રભુત્વ વાળી તમામ 44 બેઠકો પર આદિવાસીઓ એક થઈ જાય તો ભાજપના સૂપડા સાફ થઈ જાય: ચૈતર વસાવા

ભરૂચ સાંસદ મનસુખ વસાવાનો પણ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સણસણતો જવાબ

જે ભાજપ સંગઠનને ચૈતરે લાલકાર્યું છે એ ખોટું છે ભાજપ સંગઠનને દુનિયાની કોઈ તાકાત ન લલકારી શકે

આ ચૈતર વસાવા મર્યાદામાં બોલે તો સારું,જે સીએમ અને ભાજપના મંત્રીઓને લલકારે છે એ વધુ પડતું છે.

ચાપલુસી કરીને કોણ નેતા બન્યા છે એ આવનારો સમય બતાવશે -સાંસદ

આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી આખા દેશમાં ઝીરો થઈ જવાની છે ..સાંસદ

રાજપીપલા,તા.20

 

નર્મદા અને ભરૂચના દબંગ નેતાઓ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા ફરી આમને સામને આવતા ભરૂચ નર્મદા નું રાજકારણ ગરમાયું છે.નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ રણટંકાર કરી ભાજપા પર આકરા પ્રહારો કરી ભાજપાને લલકારતા સામે ભરૂચનાસાંસદ મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવા સામે પલટવાર કરી ચૈતર વસાવાને આડે હાથે લઈ સણસણતો જવાબ આપી ચૈતર વસાવા અને આપ પાર્ટી સામે સાંસદે આકરા પ્રહારો કર્યા હતા

 

આમ આદમીપાર્ટીના ધારાસભ્યએ ભાજપના નેતાઓને લલકાર્યા હતા આપી ખુલ્લી ચેલેન્જ આપતાં જણાવ્યું હતું કે આદિવાસીઓ પર થતો અત્યાચાર હવે સહન કરીશું નહીં.હવે અમને સરકારનો વિકાસ નથી જોઈતો, અમને સારા શિક્ષકો અને ડોક્ટરો તથા નર્મદાનું પાણી આપો, અમે જાતે વિકાસ કરી લઈશું

એ ઉપરાંત નર્મદા જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતો હાલ જયારે ભાજપા પાસે છે ત્યારે ચૈતરવસાવાએ કાર્યરોનેતાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ચૂંટણી લડવા તૈયાર થઈ જવાની હાકલ કરી હતી. અને જણાવ્યું હતું કે આદિવાસીઓની પ્રભુત્વ વાળી તમામ 44 બેઠકો પર આદિવાસીઓ એક થઈ જાય તો ભાજપના સૂપડા સાફ થઈ જાય

ક્રાંતિની શરૂઆત ડેડીયાપાડાના લોકોએ કરી છે અને આ ક્રાંતિ હવે તમામ આદિવાસી વિસ્તારમાં પહોંચશે એમ જણાવી કાર્યકરતાઓમાં જોશ ફૂંકવાનું કામ કર્યુ હતું. વધુ માંઆમ આદમી પાર્ટીને મત લોકો આપશે કારણ કે ભાજપનો ભ્રષ્ટાચાર લોકોએ જોયો છે એમ જણાવી રાજકીય રંગ આપીકેટલાક લોકો જિલ્લા પંચાયત નું પદ લઈ અહીં ધારાસભ્ય ને લલકારી રહ્યા છે અને અમે અમારું મહેનત ને લઈ જીત્યા છે તમારા જેવુ ચાપલુસી કરી નથી આવ્યા.
જે દિવસે અમારો અને તમારો સામનો થઈ તે દિવસે તમારી શાન પણ ઠેકાણે પાડી દઈશું. એ દિવસો પણ દૂર નથી.

ભાજપના સાંસદ અને મંત્રીઓને ચૈતર વસાવાની ચેલેન્જ અમે કોણ છે અને અમારા સમાજ દ્વારા શુ દેશ માટે યોગદાન આપ્યું છે જેનો જવાબ આપીશું મારી સામે ચર્ચા કરે એવી ખુલ્લી ચેલેન્જ આપતાં વધુમાં જણાવ્યું હતું કેજો મંત્રી અને સાંસદ ને રાતે પણ ઉઠીને બે ગ્લાસ પાણી ન પીવું પડે તો આ ચૈતર વસાવા નહિ

જોકે સાંસદ મનસુખ વસાવા એ પણ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સણસણતો જવાબ આપતા જણાવ્યું હતું કે વિરોધપક્ષમાં રહને ટીકા ટિપ્પણી કરે ત્યાં સુધી ઠીક છેપણજે ભાજપ સંગઠનને ચૈતરે લલકાર્યું છે એ ખોટું છે ભાજપ સંગઠનને દુનિયાની કોઈ તાકાત ન લલકારી શકે. દેશમાં ભાજપનું સંગઠન સૌથી મોટુ સંગઠન છે એની સામે આપ કંઈજ નથી.અમારા ભાજપના શાશનમાં જે વિકાસ થયો છે એવો કોઈ પણ પક્ષના સાશનમાં વિકાસ નથી થયા

નર્મદમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી રહી છે જે માટે હવે તમામ પક્ષ આક્ષેપ કરી રહ્યાં છે જે એમનું કામ છે . પણ બધા જાણે છે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો ભાજપા પાસે છે જે અમે જીતીશું.
ચૈતર વસાવા મર્યાદામાં બોલે તો સારું,જે સીએમ અને ભાજપના મંત્રીઓને લલકારે છે એ વધુ પડતું છે.ચાપલુસી કરીને કોણ નેતા બન્યા છે એ આવનારો સમય બતાવશે. સાંસદે આપના કાર્યકરોને પાણીના પરપોટા જેવા ગણાવી જણાવ્યું હતું કે આ લોકો પાણીના પરપોટા જેવા છે આ બધા.જેમ નદીમાં વહેણ આવે અને પરપોટા નિકળે એ રીતના આ બધા પરપોટા છે.આજે આમ આદમી પાર્ટીની દેશમાં શુ સ્થિતિ છે, એ બધા જાણે છે.આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી આખા દેશમાં ઝીરો થઈ જવાની છે એમ જણાવી આકરા પ્રહારો કરતા ફરી એકવાર ભરૂચ નર્મદા નું રાજકારણ ગરમાયું છે.

બાઈટ -સ્પીચ :ચૈતર વસાવા, ડેડીયાપાડા આપ, ધારાસભ્ય

બાઈટ :મનસુખ વસાવા, સાંસદ, ભરૂચ

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા