2 કલાકમાં 1000 મકાન તોડી પડાયા.. જુઓ વિડિયો

2 કલાકમાં 1000 મકાન તોડી પડાયા

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજે વહેલી સવારે ફેઝ-2 ડિમોલેશન અભિયાન શરુ થયું છે. માત્ર 2 કલાકમાં 1000થી વધુ કાચા-પાકા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા. આશરે 100 મીટરના રસ્તા પર આવેલા તમામ દબાણો હટાવવામાં આવ્યા છે. ઘટનાસ્થળે પોલીસ અધિકારીઓએ કડક બંદોબસ્ત વચ્ચે ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ડિમોલેશન જોવા લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસના દબાણોને દૂર કરાયા છે.