પાકિસ્તાને માંગી લોન, દુનિયાને કરી આ અપીલ
ભારતની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાન આર્થિક રીતે ઘૂંટણિયે પડી ગયું છે. પાકિસ્તાને સ્વીકાર્યું છે કે ભારતીય હુમલામાં તેમને ભારે નુકસાન થયું છે. પાકિસ્તાનના નાણા મંત્રાલયે ભાગીદાર દેશો પાસેથી વધુ લોન માંગી છે.
પાકિસ્તાને કહ્યું કે યુદ્ધ અને શેરબજાર ક્રેશ વચ્ચે અમે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને તણાવ ઓછો કરવામાં મદદ માટે વિનંતી કરીએ છીએ.