ઓપરેશન સિંદૂર બાદ માછીમારોને કરાયા એલર્ટ
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાતના માછીમારો ને સાવચેતી રાખવા ગુજરાત સરકારે પત્ર બહાર પડ્યો છે. IMBL તથા સંવેદનશીલ સમુદ્રી વિસ્તારોમાં ફિસિંગ માટે ન જવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. માછીમારોને તેમના તમામ ઓળખ પત્રો, આધાર પુરાવા સાથે રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે જેથી ડિફેન્સ એજન્સીઓ ને વેરિફિકેશનમાં મદદ મળે.