ભાવના મયૂર પુરોહિત એની
હિન્દી સાહિત્ય ની સેવા માટે
સમ્માનિત થયાં.
આપણાં લોકલાડીલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જી લખેલું તેમજ
આપણાં સૌનાં માનીતા લોક
ગાયક હેમુ ગઢવી જી એ ગાયેલું લોકગીત ‘શિવાજી નું
હાલરડું’ ગીત નો ગુજરાતી માંથી હિન્દી માં ભાવાનુવાદ
કરવા માટે તેમને બેસ્ટ પોયેટ્રી
ઓફ ધ યર ૨૦૨૫ નો એવોર્ડ મળ્યો છે.
સભાગાર માં સૌને માથા ઉપર મરાઠી ઢબે પાઘડી બાંધી આપી હતી .
વિવિધ ક્ષેત્ર નાં લોકો નું એવોર્ડ માટે ચયન કરવામાં
આવ્યું હતું.
એવોર્ડીઓ ને શાલ, મોમેન્ટો
અને છબી માં મઢેલું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
CSM9 તરફથી સત્ય નારાયણ જાધવ જી એ આ
એવોર્ડ વિતરણ નાં કાર્યક્રમ નું આયોજન
કર્યું હતું. કુલ ચોત્રીસ એવોર્ડો આપવામાં
આવ્યાં હતાં. સ્થળ બિરલા
પ્લેનેટોરીયમ સભાગાર. તારિખ ૯ મી માર્ચ રવિવારે
સાંજે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં શહેર નાં ઘણાં
ક્ષેત્રો નાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ ખૂબ જ સફળ થયો હતો. એની ખુબ જ પૂર્વ તૈયારીઓ
કરવામાં આવી હતી.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૩૧/૩/૨૦૨૫.