યુઝવેન્દ્ર ધનશ્રીને આટલું ભરણપોષણ ચૂકવશે
ફેમિલી કોર્ટ આજે 20 માર્ચે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર નિર્ણય લેશે. મળતી માહિતી પ્રમાણે છૂટાછેડા પછી યુઝવેન્દ્રએ ધનશ્રીને ભરણપોષણ માટે 4.75 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. તેણે પહેલાથી જ 2.37 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે અને બાકીની રકમ ફેમિલી કોર્ટના નિર્ણય પછી ચૂકવશે. બંનેના લગ્ન ડિસેમ્બર 2020માં થયા હતા, પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ના ટક્યા. કપલ જૂન 2022થી અલગ રહે છે.